Mon Oct 05 2026

Logo

ચૂંટણી પંચ પર આક્ષેપો બાદ મમતા બેનર્જીના પ્રહાર, કહ્યું મુખ્ય ચૂંટણી કમિશનરની ધરપકડ કરો, પુન: મતદાનની પણ માંગ

2026-09-23 18:22:01
Author: Chandrakant Kanoja
ચૂંટણી પંચ પર આક્ષેપો બાદ મમતા બેનર્જીના પ્રહાર, કહ્યું મુખ્ય ચૂંટણી કમિશનરની ધરપકડ કરો, પુન: મતદાનની પણ માંગ

કોલકાતા: દેશના ચૂંટણી પંચ પર કરવામાં આવેલા આક્ષેપો બાદ હવે રાજકારણ ગરમાયું છે. જેમાં પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નિશાન બનાવ્યા છે. તેમણે જ્ઞાનેશ કુમારની ધરપકડની માંગ કરી છે. તેમજ  પશ્ચિમ બંગાળમાં પુન: મતદાન કરવાની પણ માંગ કરી છે. 

મમતા બેનર્જીએ કહ્યું, આ ખરેખર ચોંકાવનારું અને શરમજનક છે. અમે અમારા જીવનમાં આવું ક્યારેય જોયું નથી. આ ચૂંટણી કમિશનરની ધરપકડ થવી જોઈએ. તેમને પદ પર ચાલુ રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. ભાજપે એ સમજવું જોઈએ કે તેઓ આપણા બંધારણને નષ્ટ કરી શકતા નથી. તેઓ ભાજપની આઈટી  ટીમના નામે પોતાના લોકોને ERO તરીકે તૈનાત કરી શકતા નથી. અમે અગાઉ જે કહ્યું હતું તે હવે સાચું સાબિત થયું છે.

જ્ઞાનેશ કુમારે પોલીસનો દુરુપયોગ કર્યો

મમતા બેનર્જીએ વધુમાં જણાવ્યું કે, જ્ઞાનેશ કુમારે પોલીસનો દુરુપયોગ કર્યો છે. ભાજપ સાથે મળીને તેમણે ભાજપ તરફી વ્યક્તિઓની નિમણૂક કરી છે. આવું કૌભાંડ અગાઉ ક્યારેય બન્યું નથી.  આ ઉપરાંત, મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે તેમની પાર્ટીનું ચૂંટણી ચિહ્ન માત્ર એટલા માટે છીનવી લેવામાં આવ્યું કારણ કે તેમણે વાંધો ઉઠાવ્યો હતો.