Wed Jul 29 2026

Logo

એરપોર્ટ પર જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ સાથે બની એવી ઘટના કે... બોડીગાર્ડે કર્યો ચોંકાવનારો ખુલાસો...

2026-04-25 20:28:00
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડની ટોપ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજે ભલે ગ્લેમરની દુનિયામાં સુરક્ષિત દેખાતી હોય, પરંતુ કરિયરની શરૂઆતમાં તેણે પણ ખૂબ જ ડરામણી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં આલિયાના જૂના બોડીગાર્ડ ઝીશાન કુરેશીએ વર્ષ 2014ની એક એવી ઘટના વિશે ખુલાસો કર્યો છે, જેમાં એરપોર્ટ પર લોકોની ભીડે આલિયાને અસુરક્ષિત કરી દીધી હતી. 

આલિયા ભટ્ટ જ્યારે તેની ડેબ્યૂ ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' ના શૂટિંગ સમયે એરપોર્ટ પર હતી, ત્યારે તેને ભીડે ઘેરી લીધી હતી અને તે ખૂબ જ ડરી ગઈ હતી. જોકે, સેલિબ્રિટીઝ સાથે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. આલિયા ભટ્ટ સાથે બનેલી આવી જ ઘટના વિશે હાલમાં તેના એક બોડીગાર્ડે ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું કહ્યું છે આલિયાના બોડીગાર્ડે એ ડરામણા અનુભવ વિશે... 

બોડીગાર્ડ ઝીશાન કુરેશીએ જણાવ્યું કે આલિયા જ્યારે ઈમિગ્રેશન પૂરું કરીને એકલી ઉભી હતી, ત્યારે કેટલાક ઓફિસર્સ અને સ્ટાફે ફોટો પડાવવાની જીદ કરીને તેને ચારે બાજુથી ઘેરી લીધી હતી. ભીડમાં રહેલા લોકો આલિયાના ખભા અને ગરદન પર હાથ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેનાથી તે ખૂબ જ અનકમ્ફર્ટેબલ અને ભયભીત થઈ ગઈ હતી. ઝીશાને તરત જ ત્યાં પહોંચીને લોકોને ઠપકો આપ્યો અને આલિયાને તે મુશ્કેલ પરિસ્થિતિમાંથી સુરક્ષિત બહાર કાઢી હતી.

વાત કરીએ આલિયા ભટ્ટના વર્ક ફ્રન્ટની તો તે ટૂંક સમયમાં જ યશરાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની આ ફિલ્મમાં આલિયા લીડ રોલમાં છે, જે 10મી જુલાઈ 2026ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે શરવરી, બોબી દેઓલ અને અનિલ કપૂર પણ છે. આ સિવાય આલિયા સંજય લીલા ભણસાલીની લવ એન્ડ વોરમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા સાથે રણબીર કપૂર અને વિક્કી કૌશલ જોવા મળશે, જે 21મી જાન્યુઆરી 2027ના રોજ થિયેટરમાં આવશે.