મુંબઈ: બોલીવુડના સિંઘમ અજય દેવગણ આજકાલ તેમની મોસ્ટ અવેટેડ થ્રિલર 'દ્રશ્યમ: ધ કન્કલુઝન'ના કારણે લાઇમલાઇટમાં છે. આ ફિલ્મનું ટ્રેલર 9 સપ્ટેમ્બર 2026 એ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ બીજી ઓક્ટોબર 2026 એ સિનેમાઘરોમાં જોવા મળશે. ફ્રેન્ચાઈજીએ આ અંતિમ અધ્યાયમાં સાલગાવકર પરિવાર ફરીથી મુશ્કેલીથી ઘેરાયેલું દેખાશે.
ટ્રેલર વિશે પણ જાણી લો
ટ્રેલરમાં વિજય સાલગાવકર ફરી એકવાર પોતાના પરિવારને બચાવવા માટે મગજ કસતા જોવા મળી રહ્યો છે. છેલ્લા બે ભાગની જેમ આ વખતે પણ કહાની માં સવાલ એ જ છે, પરંતુ જવાબ વધારે નજીક હોય એવો સંકેત મેકર્સે પોસ્ટર અને ટ્રેલર લોન્ચ દ્વારા આપ્યો છે. ટ્રેલરની શરૂઆતમાં પરિવારના સામાન્ય જીવનની ઝલક બતાવવામાં આવી છે, પરંતુ જલ્દી જ એક નવું જોખમ સામે આવે છે, જે વિજયની સાવધાનીપૂર્વક બનાવેલા જીવનને પડકાર આપે છે.
પોલીસ અને સિસ્ટમ ફરી સાલગાવકર પરિવાર પાછળ પડે છે, વિજયને ફરી એકવાર પોતાના જુના હથિયાર એટલે કે મગજ અને પ્લાનનો ઉપયોગ કરવો પડે છે. ટ્રેલરમાં તણાવ, રહસ્ય અને ઈમોશનલ એન્ગલ બતાવ્યા છે, જે ચાહકોને પસંદ પડશે. ટ્રેલરમાં ડાયલોગ્સનો પણ ઉપયોગ થયો છે, જે ચાહકોના દિલ જીતી રહ્યું છે.
ટ્રેલર જોઈને ચાહકો અત્યારથી જ ફિલ્મને બ્લોકબસ્ટર માની રહ્યા છે. અમુક લોકોએ લખ્યું કે કેમ પડી રહ્યા છો ચક્કરમાં આ ફિલ્મની કોઈ નથી ટક્કરમાં. અનેક લોકોએ દાવો કર્યો કે ફિલ્મ 400 કરોડ પાર કરી લેશે. ફિલ્મમાં અજય દેવગણ સાથે શ્રિયા સરન, તબ્બુ અને અન્ય મુખ્ય કલાકાર પરત ફરી રહ્યા છે, જે કહાનીને વધારે ઊંડાઈ આપે છે.
મેકર્સે ટ્રેલર લોન્ચ ઇવેન્ટને ગોવાની સુંદર લોકેશન પર રાખવાની પણ ચર્ચા છે. જે ફિલ્મની સેટિંગથી જોડાણ વધારે છે. 'દ્રશ્યમ: ધ કન્ક્લુજન' 2 ઓક્ટોબર 2026એ મોટા પડદે રિલીઝ થશે, અને ચાહકો પણ રાહ જોઈ રહ્યા છે કે શું વિજય સાલગાવકર આ વખતે પણ સિસ્ટમને માટે આપી શકશે કે નહીં.