બોલીવૂડના પાવરફૂલ અને ક્યુટ કપલ તરીકે ઓળખાતા ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન પોતાની ઓફ સ્ક્રીન કેમેસ્ટ્રીની સાથે સાથે ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીને કારણે પણ હંમેથાથી ચર્ચામાં રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે પોતાના ફિલ્મ કરિયર દરમિયાન અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચને એક સાથે સાતથી આઠ ફિલ્મોમાં કામ કર્યું હતું. ચાલો તમને આજે આ ફિલ્મો વિશે જણાવીએ અને તમે આમાંથી કેટલી જોઈ છે એ અમને ચોક્કસ જણાવજો...
બોલીવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિષેક અને ઐશ્વર્યની જોડીને પરફેક્ટ માનવામાં આવે છે. બંનેને એકબીજા પર પ્રેમ લૂંટાવતા જોઈ શકાય છે. વાસ્તવિક જીવનમાં જ નહિ પરંતુ ફિલ્મી પડદે પણ બંનેની જોડીએ કમાલ કરી છે. તો આ રહી પાવરફૂલ કપલની સુપરહિટ ફિલ્મોની યાદી...
ઢાઈ અક્ષર પ્રેમ કે
ઐશ્વર્યા અને અભિષેકે પહેલી ફિલ્મ 'ઢાઈ અક્ષર પ્રેમ કે'માં સાથે કામ કર્યું હતું. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મને IMDB પર 3.6 રેટિંગ મળી છે. આ ફિલ્મે વર્લ્ડવાઇડ લગભગ 13.73 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હતી. ભારતમાં આ ફિલ્મનું નેટ કલેકશન લગભગ 8.17 કરોડ રૂપિયા જેટલું હતું. રાજ કવર દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું બજેટ લગભગ 7.5 કરોડ રૂપિયા જેટલું હતું.
કુછ ના કહો
'કુછ ના કહો' ફિલ્મ 2003માં આવી હતી. આ એક રોમેન્ટિક-કૉમેડી મુવી છે. આ ફિલ્મમાં અભિષેક ઐશ્વર્યની કેમેસ્ટ્રી ખુબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મને IMDB પર 5.4 જેટલી રેટિંગ મળી છે. આ ફિલ્મે દુનિયાભરમાં 13.8 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હતી.
ઉમરાવ જાન
'ઉમરાવ જાન' એક મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. જેમાં ઐશ્વર્યાએ તવાયફ અને અભિષેકે એક નવાબની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને IMDB પર 5.4 રેટિંગ મળી છે. આ ફિલ્મે દુનિયાભરમાં 19.35 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હતી.
ધૂમ 2
'ધૂમ 2' એક સુપરહિટ એકશન થ્રિલર ફિલ્મ હતી અને આ ફિલ્મમાં ઐશ્વર્યાએ એક ચાલાક અને સુંદર ચોરનું પાત્ર ભજવ્યું હતું. અભિષેક બચ્ચને આ ફિલ્મમાં પોલીસ અધિકારીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મને IMDB પર 6.6 રેટિંગ મળી હતી. આ ફિલ્મે 150 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હતી.
સરકાર રાજ
ફિલ્મ સરકાર રાજ એક રાજનીતિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ત્રણેય જણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને IMDB પર 6.7 રેટિગ મળી હતી. આ ફિલ્મે 59.5 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હતી.
રાવણ
ફિલ્મ 'રાવણ' આધુનિક રામાયણ પર આધારિત હતી. આ ફિલ્મમાં અભિષેક નેગેટિવ રોલમાં અને મુખ્ય પાત્રમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને IMDB પર 5.4 રેટિંગ મળી છે. આ ફિલ્મે 49.5 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હતી.
ગુરુ
ફિલ્મ ગુરુનું દિગ્દર્શન મણિરત્નમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ એક બિઝનેસમેનની સક્સેસ અને સ્ટ્રગલ સ્ટોરી પર આધારિત હતી. અંદર કી બાત જણાવવાની થાય તો આ ફિલ્મના શૂટિંગ સમયે જ અભિષેક અને ઐશ્વર્યા રાય-બચ્ચન એકબીજાની નજીક આવ્યા હતા એવું કહેવાય છે. જોકે, આ ફિલ્મ આ ફિલ્મને IMDB પર 7.7 જેટલી રેટિંગ મળી હતી. આ ફિલ્મે 83.87 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હતી.
બંટી ઔર બબલી
2005માં આવેલી આ ફિલ્મ અભિષેક અને રાની મુખર્જી બંને મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે ઐશ્વર્યા રાય-બચ્ચને આ ફિલ્મમાં 'કજરારે' ગીત પર ડાન્સ કર્યો હતો. મજાની વાત તો એ છે કે આ ગીતમાં અમિતાભ બચ્ચન પણ દીકરા અને પુત્રવધુ સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મને IMDB પર 6.3 રેટિંગ મળી હતી. આ ફિલ્મે 62.74 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હતી.