Mon Aug 17 2026

Logo

એર ઈન્ડિયા ટર્બ્યૂલન્સઃ એરલાઈન તમામ પાઈલટના કરાવશે ડોપ ટેસ્ટ, જાણો ક્યારે આવશે રિપોર્ટ

2026-08-13 18:44:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: એર ઈન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ (AI 2379) સાથે સંકળાયેલી ટર્બ્યૂલન્સની ઘટના અંગે AAIBનો વચગાળાનો અહેવાલ એક મહિનાની અંદર જાહેર થવાની અપેક્ષા છે. થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી જતી વખતે, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2379 અચાનક 36000 ફૂટની ઊંચાઈ પર ફ્લાઈ કરી રહી હતી અને અચાનક 300 ફૂટ નીચે આવી જતા અંદર બેઠેલા 24 પ્રવાસીને ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને મામલાની તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટ પછી તમામ પાઈલટના રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.

મેડિકલ રિપોર્ટ કરાયો

સરકારે આ અંગે ગંભીરતાથી નોંધ લઈને તપાસ કરવા માટે આદેશ આપ્યા છે. એર ઈન્ડિયાની જે ફ્લાઈટ અમદાવાદમાં ક્રેશ થઈ એની તુલનામાં આ ઘટનામાં જરૂરી તમામ પુરાવાઓ મળી શકે છે અને હાજર પણ હોઈ શકે છે. FDR (ફ્લાઇટ ડેટા રેકોર્ડર) અને CVR (કોકપીટ વોઈસ રેકોર્ડર)ને સુરક્ષિત કરી દેવાયા છે. મેડિકલ તપાસના રેકોર્ડ અને નિવેદન અંગે કામ ચાલી રહ્યું છે. જેના પરથી તપાસને ઝડપથી આગળ વધારી શકાશે. આ સિવાય DGCA અને મંત્રાલયે એર ઈન્ડિયાને ઠપકો આપ્યો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર FDR અને CVR ડેટાના વિશ્લેષણમાંથી કોઈ વાત સામે આવી શકે છે. આ પછીના બીજા કેટલાક વિષયના વિશ્લેષણમાં ઝડપથી રિપોર્ટ તૈયાર થાય એ માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. આવા કેસમાં જે તે જવાબદાર વ્યક્તિ સામે કાયદાકીય પગલાં લેવાની પણ જોગવાઈ છે. આ સિવાય સૂત્રો એ વાત પણ ખાતરી સાથે કરી છે કે, ફુકેટથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટના મુખ્ય પાઇલટનો બીજો ડોપ ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. 

એરલાઈન્સ કંપનીને આદેશ

દિલ્હીમાં ફ્લાઈટ બાદ સ્ક્રિનિંગમાં પાઇલટે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે જે ટેસ્ટ કરવામાં આવ્યો એમાં પાઇલટ પોઝિટિવ આવ્યો હતો. થોડા સમય બાદ બીજો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ટેસ્ટમાંથી જાણવા મળ્યું હતું કે, પાઇલટે ગાંજાનો નશો કર્યો હતો. 
હવે એર ઈન્ડિયા પોતાની ટીમને દરેક પાઇલટની તપાસ કરશે અને પછી એક ખાસ રિપોર્ટ તૈયાર કરીને આગળની કાર્યવાહી શરૂ કરશે. પાઇલટની બેદરકારીથી અનેક લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. મંત્રાલયે આ વાતને ગંભીરતાથી લીધી છે. જેના ભાગરૂપે ઝડપથી કાર્યવાહી કરવા માટે એરલાઈન્સ કંપનીને આદેશ આપ્યો છે.

તમામ પાઈલટના થશે ટેસ્ટ

એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે પોતાના તમામ પાઈલટ્સના સાઈકોએક્ટિવ વસ્તુની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત, ટાગા ગ્રુપની માલિકી હેઠળની બંને એર લાઈન્સના કુલ 5,000થી વધુ પાઈલટ્સ છે. આ બંને એરલાઈન્સે પાઈલટ્સને મોકલેલા મેસેજમાં જણાવ્યું છે કે તમામ એવી વસ્તુ અને દવાઓની પૂરી તપાસ કરવાનો આદેશ આપ્યો છે, જેમાં અમુકના ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી અને હવે એની તપાસ પણ આજથી શરુ કરવામાં આવશે. તપાસ પણ ટ્રેનિંગની સાથે સાથે કરવામાં આવશે. ફ્લાઈટના ઉડાન પછી ફ્લાઈટ બ્રીફિંગ સેન્ટર અને એરલાઈનની કચેરી અથવા સંબંધિત બેઝ સહિત અન્ય જગ્યાની પણ તપાસ કરવામાં આવશે.