Wed Sep 02 2026

Logo

વડાપ્રધાન મોદી સાથે ફોટો દરમિયાન AI દિગ્ગજોમાં દેખાઈ 'કોલ્ડ વોર'! વાયરલ વીડિયો

2026-02-19 14:25:00
Author: Savan Zalariya
વડાપ્રધાન મોદી સાથે ફોટો દરમિયાન AI દિગ્ગજોમાં દેખાઈ 'કોલ્ડ વોર'! વાયરલ વીડિયો

નવી દિલ્હી: હાલ ચાલી રહેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટનો આજે ચોથો દિવસ છે, આજે ભારતના વડાપ્રધાન મોદીએ સમિટમાં હાજર રહેલા મહેમાનોને સંબોધિત કર્યા હતાં. વડાપ્રધાન મોદી સાથે AI ઇન્ડસ્ટ્રીના લીડર્સના ગ્રુપફોટો સેશન દરમિયાન એક મૂંઝવણભરી સ્થિતિ ઉભી થઇ હતી, જેને કારણે AI ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી કોલ્ડ વોર સામે આવી છે.
વડાપ્રધાન મોદી ગ્રુપફોટોક્લિક કરવા દરમિયાન Open AI ના સીઈઓ સેમ ઓલ્ટમેન અને Anthropic ના સીઈઓ ડારિયો અમોડેઈએ એકબીજાનો હાથ પકડવાને બદલે માત્ર મુઠ્ઠીઓ ઉંચી કરી હતી. 

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન મોદી આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ, સ્કેલ એઆઈના સ્થાપક એલેક્ઝાન્ડર વાંગ, મેટાના ચીફ એઆઈ ઓફિસર અને અન્ય વૈશ્વિક ટેક કંપનીઓના ટોચના પદાધિકારીઓ હાજર હતાં. Open AIના સીઈઓ સેમ ઓલ્ટમેન અને Anthropic ના સીઈઓ ડારિયો અમોડેઈએ પાસપાસે ઉભેલા દેખાય છે.

વડાપ્રધાન મોદી તેમની પાસે ઉભેલા સેમ ઓલ્ટમેન અને સુંદર પીચાઈનો હાથ પકડીને ઉંચો કરી છે, તમામ AI ઇન્ડસ્ટ્રી લીડર્સ તેમની પાસે ઉભેલા વ્યક્તિનો હાથ પકડીને ઉંચો કરે છે. પરંતુ સેમ ઓલ્ટમેન અને ડારિયો અમોડેઈએ હાથ પાડવા મુંઝવણ અનુભવે છે અને અંતે માત્ર મુઠ્ઠીઓ ઉંચી કરીને પોઝ આપે છે.

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ રમુજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. 



દિલ્હીના ભારત મંડપમ 16 થી 20 ફેબ્રુઆરી સુધી ચાલનારી પાંચ દિવસીય AI ઇમ્પેક્ટ સમિટમાં હાજરી આપવા 500 થી વધુ વૈશ્વિક AI ઇન્ડસ્ટ્રી લીડર્સ પહોંચ્યા છે. ગ્લોબલ સાઉથમાં પ્રથમ વખત AI સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.