Fri May 01 2026

Logo

આદિત્ય ધરની ફિલ્મે બોલિવુડને ચોંકાવ્યું, ‘Dhurandhar 2’ની કમાણીએ તોડ્યા અનેક રેકોર્ડ

2026-03-26 11:16:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ બોલિવુડની ઘણી ઓછી ફિલ્મો છે જે કમાણીમાં રેકોર્ડ તોડતી હોય! પરંતુ અત્યારે બોક્સ ઓફિસ પર એક ફિલ્મ ધૂમ મચાવી રહી છે. આદિત્ય ધર (Aditya Dhar)ની ફિલ્મ ધુરંધર 2 (Dhurandhar The Revenge)એ કમાણીમાં અનેક ફિલ્મોને પાછળ ધકેલી દીધી છે. આ ફિલ્મ 1000 કરોડના ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મે પહેલા જ દિવસે 102 કરોડની કમાણી કરી હતી, જે પણ એક રિકોર્ડ હતો. કમાણી મામલે માત્ર સાત જ દિવસમાં આ ફિલ્મ એક હજાર કરોડના નજીક પહોંચી ગઈ છે. ચાલો જોઈએ ધુરંધર 2એ કુલ કેટલા કરોડ છાપ્યાં છે.

‘ધુરંધર 2’એ સાતમા દિવસે 43.76 કરોડ રૂપિયા છાપ્યા

ધુરંધર 2 ફિલ્મ તારીખ 19 માર્ચના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. જેમાં પહેલા જ દિવસે 102.55 કરોડનો વેપાર કર્યો હતો. ત્યારબાદ બીજા દિવસે 80.72 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 113 કરોડ રૂપિયા, ચોથા દિવસે 114.85 કરોડ રૂપિયા, પાંચમા દિવસે 65 કરોડ રૂપિયા, છઠ્ઠા દિવસે 56.60 કરોડ રૂપિયા અને સાતમા દિવસે 43.76 કરોડ રૂપિયા છાપી લીધા છે. આ ફિલ્મ ભારતમાં કુલ 619.48 કરોડ અને વર્લ્ડ વાઈડમાં 941 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

રણવીર સિંહની ફિલ્મે રણવીર કપૂરની એનિમલનો રેકોર્ડ તોડ્યો

રણવીર સિંહની આ ફિલ્મ કમાણી મામલે હવે 1000 કરોડનો આંકડા પાર કરવાની તૈયારીમાં  છે. આ ફિલ્મે રણવીર કપૂરની એનિમલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. રણવીર કપૂરની એનિમલ ફિલ્મનું લાઈફટાઈમ કલેક્શન 917 કરોડ હતું. જ્યારે ધુરંધર 2 ((Dhurandhar-2)એ માત્ર એક અઠવાડિયામાં તેનાથી વધારે કમાણી કરી લીધી છે, અને 1000 કરોડની કમાણીના ક્લબમાં સામેલ થવાની તૈયારી છે. 

વધારે વિગતે વાત કરવામાં આવે તો, રણવીર સિંહ ફિલ્મ ગદર-2 અને શાહરૂખ ખાનની પઠાનને પણ કમાણીમાં ખૂબ જ પાછળ ધકેલી દીધી છે. ધુરંધર 2 એ ભાજતીય બોક્સ ઓફિસ પર કુલ 600 કરોડથી વધારેના વેપાર સાથે વિક્કી કૌશલની ફિલ્મ છાવાને પણ પાછળ છોડી દીધી છે. એટલું જ નહીં પરંતુ બોલિવુડની હોરર-કોમેડી ફિળ્મ સ્ત્રી 2ને રણ માત આપી દીધી છે.