ટીવી અને બોલિવૂડના જાણીતા ડિરેક્ટર આદિત્ય ધર હવે ઈન્ટરનેશનલ લેવલ પર ધૂમ મચાવવા માટે એકદમ સજ્જ છે. આદિત્ય ધરની આગામી ફિલ્મ 'ધુરંધર - પાર્ટ 1' હવે જાપાનમાં રીલિઝ થવા જઈ રહી છે, પરંતુ એક નવા અને ખાસ નામ સાથે. જાપાનમાં આ ફિલ્મ ક્યારે રીલિઝ થશે એની ડેટ્સ પણ સામે આવી ગઈ છે. ચાલો તમને જણાવીએ આ વિશે ખાસ...
બોલીવૂડમાં ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' થી સફળતા મેળવનારા આદિત્ય ધર ફરી એકવાર હાઈ-ઓક્ટેન એક્શન અને જાસૂસી ડ્રામા સાથે તૈયાર છે. બોક્સ ઓફિસ પર તો આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર પાર્ટ વને સુનામી લાવી જ દીધી હતી અને હવે આ સુપર હિટ ફિલ્મ જાપાનમાં રીલિઝ થવા માટે તૈયાર છે. અંદર કી બાત કરીએ તો આ ફિલ્મ જાપાની પ્રેક્ષકો માટે ખાસ 'ઓપરેશન ધુરંધર'ના નામથી રજૂ કરવામાં આવશે.
આદિત્ય ધરની મહત્વાકાંક્ષી ફિલ્મ 'ધુરંધર - પાર્ટ 1' જાપાનમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. જોકે, આદિત્ય ધર દ્વારા ખાસ જાપાની પ્રેક્ષકો માટે આ ફિલ્મનું નામ બદલીને 'ઓપરેશન ધુરંધર' રાખ્યું છે. આદિત્ય ધરનું આ પગલું ત્યાંના પ્રેક્ષકોને આકર્ષવા માટેનું એક વ્યૂહાત્મક પગલું છે. વાત કરીએ ફિલ્મ ધુરંધરના પ્લોટની તો ફિલ્મ ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીના દિલધડક ઓપરેશન્સ અને જાસૂસોની બહાદુરી પર આધારિત હોવાનું મનાય છે.
આદિત્ય ધરની આ ફિલ્મ 10મી જુલાઈ, 2026ના રીલિઝ થવા જઈ રહી છે. અહીંયા તમારી જાણકારી માટે કે જાપાનમાં બોલીવૂડ ફિલ્મોનો જાદુ જોવા મળે છે. અહીં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ, શ્રીદેવીની ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશ, આમિર ખાનની ફિલ્મ થ્રી-ઈડિયટ્સને પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.
જાપાનમાં બોલીવૂડ ફિલ્મોની વધતી જતી લોકપ્રિયતા વચ્ચે આ રિલીઝ આદિત્ય ધરના કરિયર માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. બોક્સ ઓફિસ પર આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર અને તેના બીજો ભાગે કમાણીના તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા હતા. હવે જોવાની વાત એ છે કે ઈન્ડિયન દર્શકોના દિલો પર રાજ કરનારી આ ફિલ્મ બદલાયેલા નામ સાથે જાપાની ઓડિયન્સ પર કેવું અને કેટલું રાજ કરી શકે છે.