Fri May 01 2026

Logo

સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં ચાલ્યો AAPનો જાદુ, જાણો કઈ કઈ બેઠક પર થઈ જીત

2026-04-28 11:02:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ ફરી એક વખત સારો દેખાવ કર્યો હોય તેમ લાગી રહ્યું છે. બગસરામાં તાલુકા પંચાયત બેઠક પર AAPના ઉમેદવારનો વિજય થયો છે. 

બગસરા તાલુકા પંચાયતની આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર દકુભાઈ ગાજીપરાએ ભવ્ય વિજય હાંસલ કર્યો છે. આ વિજયને પાર્ટી માટે માત્ર એક બેઠકની જીત નહીં, પરંતુ સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં પાર્ટીના વિસ્તારનું મજબૂત સંકેત માનવામાં આવી રહ્યો છે.બગસરા તાલુકામાં દકુભાઈ ગાજીપરાની જીતને પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહથી ઉજવી રહ્યા છે.

બગસરા સિવાય ક્યાં ક્યાં AAP ની થઈ જીત

  1. હળવદ તાલુકા પંચાયત બેઠક પર આપની જીત 
     
  2. સલાયામાં આમ આદમી પાર્ટીનું જોરદાર પુનરાગમન 
     
  3. ભેનકવાડ અને ચોખંડા બંને બેઠકો પર આમ આદમી પાર્ટીની જીત
     
  4. મેંદરડા તાલુકા પંચાયત બેઠક પર આપના ઉમેદવારની જીત
     
  5. મેંદરડાની આલીદ્રા સીટ ઉપર આપના ઉમેદવારનો ભવ્ય વિજય
     
  6. વિસાવદરના બરડીયા તાલુકા પંચાયત પર આપના ઉમેદવારનો વિજય
     
  7. હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પર આપના ઉમેદવારની જીત 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક વર્ષોથી સતત પ્રયાસ કરી રહી છે. વિસાવદર જેવી બેઠકો પર મળેલા વિજય પછી હવે તાલુકા પંચાયત સ્તરે પણ પાર્ટીની હાજરી વધી રહી છે.