Mon Oct 05 2026

Logo

ગાંધીધામમાં એટ્રોસિટી કેસમાં 'આપ' નેતા ડૉ. કાયનાત અંસારીને જામીન મળ્યા

2026-03-19 21:34:53
Author: Devayat Khatana
ગાંધીધામમાં એટ્રોસિટી કેસમાં 'આપ' નેતા ડૉ. કાયનાત અંસારીને જામીન મળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ કચ્છના ગાંધીધામના આમ આદમી પાર્ટીના નેતા ડૉ.કાયનાત અંસારીની વિરુદ્ધમાં થયેલી એટ્રોસિટીની ફરિયાદ બાદ ધરપકડ થતાં રાજનીતિમાં ગરમાવો આવ્યો હતો. તેમના જામીન મંજૂર થતા બહાર આવ્યા હતા ત્યારે આપ કચ્છ ઝોન પ્રમુખ સંજય બાપટે ડો કાયનાત અન્સારીને સન્માન પત્ર આપી તેમનું સન્માન કર્યું હતું.

આ બનાવની વિગતો અનુસાર, ગાંધીધામમાં આપના પૂર્વ જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અંસારી દ્વારા કરવામાં આવેલી કથિત 'જનતા રેડ' હવે કાયદાકીય વિવાદમાં ફસાઈ હતી અને  પોલીસ સ્ટેશનમાં કાયનાત અંસારી, દિગુભા દરબાર અને એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે આરોપી દિગુભા દરબારે તેઓ દલિત સમાજના હોવાનું જાણવા છતાં જાહેરમાં જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહ્યા હતા. વધુમાં, આરોપીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને પરિવારને બદનામ કરવાનું કાવતરું રચ્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.