મેષ:
આજનો દિવસ પ્રેમ કરનારાઓ માટે ઉત્તમ રહેશે. પ્રિયજનને ભેટ આપી મનની વાત કહેવાની તક મળશે. જોકે, કામકાજ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે, અન્યથા બેદરકારીને કારણે મોટી ભૂલ થઈ શકે છે. પરિવારમાં કોઈ સભ્યની તબિયતને લઈ સાવધાની રાખવી પડશે.
વૃષભ:
આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. સાહસિક કાર્યોમાં સફળતા મળશે અને રાજકારણ સાથે જોડાયેલા લોકોની લોકપ્રિયતા વધવાના યોગ બની રહ્યા છે. તમારો મનમોજી સ્વભાવ અને ક્રોધ પરિવારમાં વિવાદનું કારણ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું.
મિથુન:
આજે મન થોડું દ્વિધામાં રહી શકે છે કારણ કે એકસાથે અનેક જવાબદારીઓ સામે આવશે. સમાજમાં પદ અને પ્રતિષ્ઠા જળવાઈ રહેશે. કોઈ પણ મહત્વનો નિર્ણય કરતા પહેલા માતાની સલાહ લેવી ફાયદાકારક રહેશે. સંતાન તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે, પરંતુ વિરોધીઓથી સાવધ રહેવું જરૂરી છે.
કર્ક:
આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે. અટકેલા નાણાકીય કાર્યો પૂરા થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સંતાનની સંગત પર ધ્યાન આપવું જરૂરી છે. ઘરમાં લગ્ન પ્રસંગના યોગ બની રહ્યા છે, જેનાથી ઉત્સાહનું વાતાવરણ રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું.
સિંહ:
જીવનસાથી સાથે ખરીદી અને મનોરંજનમાં સમય પસાર થશે. આજે તમે રોમેન્ટિક મૂડમાં રહેશો અને ઉત્તમ ભોજનનો આનંદ લેશો. જોકે, વાહનમાં અચાનક ખર્ચ આવવાથી બજેટ ખોરવાઈ શકે છે. કોઈ પણ કાર્યમાં અન્ય પર વધુ પડતો વિશ્વાસ ન રાખવો, નુકસાન થઈ શકે છે.
કન્યા:
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ થોડો નબળો જણાય છે. શરીરમાં સુસ્તીને કારણે કામમાં મન ઓછું લાગશે. જોકે, પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. માતા સાથેના મતભેદો દૂર કરવાનો પ્રયાસ કરજો. જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ મળવાની શક્યતા છે, જે મન પ્રસન્ન કરશે.
તુલા:
આજનો દિવસ તમારા માટે મંગળમય રહેશે. તમારી ચતુરાઈ અને બુદ્ધિશક્તિથી તમે વિરોધીઓને પરાસ્ત કરવામાં સફળ રહેશો. કોઈ સામાજિક કે માંગલિક પ્રસંગમાં હાજરી આપવાની તક મળશે. પ્રવાસ દરમિયાન કોઈ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે, જે ભવિષ્યમાં ખૂબ કામ આવશે.
વૃશ્ચિક:
આજે પ્રગતિના નવા માર્ગો ખુલશે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે, જે યાદગાર બની રહેશે. અટકેલા કાર્યોમાં ભાઈ-બહેનોનો પૂરતો સહયોગ મળશે. તમારી અંગત વાતો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરવાનું ટાળજો. પારિવારિક ગેરસમજો આજે દૂર થશે.
ધનુ:
આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ લાભદાયક રહેશે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થવાથી મન હળવું રહેશે. જો તમે લોન માટે અરજી કરી હશે તો તેમાં સફળતા મળી શકે છે. પરિવાર સાથે પિકનિક કે બહાર જવાનો પ્લાન બની શકે છે.
મકર:
આજે આવક મર્યાદિત રહેશે અને ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને નજરઅંદાજ ન કરવી, અન્યથા મુશ્કેલી વધી શકે છે. ભાઈ-બહેનો સાથેના વિવાદ ટાળવા માટે પોતાના કામમાં મગ્ન રહેવું તમારા હિતમાં રહેશે.
કુંભ:
તમારી નિર્ણય ક્ષમતાને કારણે ધંધામાં ફાયદો થવાના યોગ બની રહ્યો છે. સંતાન પક્ષે નોકરીને લઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. જો કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો, વડીલ કે અનુભવી લોકોની સલાહ લેવી જરૂરી છે. આળસ કર્યા વિના કાર્ય પૂર્ણ કરવું નહીંતક નુકસાન થઈ શકે છે.
મીન:
આજનો દિવસ દોડધામભર્યો રહેશે. જવાબદારીઓના બોજ હેઠળ મન અશાંત રહી શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી, અકસ્માતનો ભય છે. સરકારી અટકેલા કાર્યોને પૂરા કરવા માટે મહેનત કરવી પડશે. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.