Wed Sep 02 2026

Logo

વર્લ્ડ યોગાસનમાં ભારતના 102 સામે બીજા નંબરના જાપાનના હતા માત્ર ત્રણ ગોલ્ડ

2026-06-09 22:20:07
Author: Ajay Motiwala
વર્લ્ડ યોગાસનમાં ભારતના 102 સામે બીજા નંબરના જાપાનના હતા માત્ર ત્રણ ગોલ્ડ

અમદાવાદઃ અહીં સોમવારે પૂરી થયેલી સૌપ્રથમ વર્લ્ડ યોગાસન (World Yogasan) ચૅમ્પિયનશિપમાં ભારતે ગોલ્ડ મેડલની સેન્ચુરી સાથે કુલ 114 ચંદ્રક જીતી લીધા હતા. ભારતના 114માંથી 102 સુવર્ણ ચંદ્રક હતા.

ભારત (India) પછી બીજા નંબરે જાપાન હતું જેણે માત્ર ત્રણ ગોલ્ડ જીત્યા હતા. જાપાને ત્રણ સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ સહિત કુલ 11 ચંદ્રક મેળવ્યા હતા.

આર્જેન્ટિના બે ગોલ્ડ સાથે ત્રીજા સ્થાને હતું. દેશોને ગોલ્ડ મેડલને આધારે ક્રમ અપાતા હોય છે. નેપાળે એક ગોલ્ડ, 36 સિલ્વર અને 15 બ્રૉન્ઝ સહિત કુલ બાવન મેડલ મેળવ્યા હતા અને સંખ્યાની દૃષ્ટિએ સૌથી વધુ ચંદ્રકો જીતનારા દેશોમાં ભારત પછી નેપાળ બીજા નંબરે હતું.

ભારતે 122 ઍથ્લીટને આ સ્પર્ધામાં ઊતાર્યા હતા. 79માંથી 31 દેશના ઍથ્લીટ ઓછામાં ઓછો એક ચંદ્રક જીત્યા હતા. આ ચૅમ્પિયનશિપને યુવા બાબતો તથા ખેલકૂદ મંત્રાલય, સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા, સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત, ગુજરાત ટૂરિઝમ તેમ જ ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ અસોસિયેશનનો સપોર્ટ મળ્યો હતો. હવે 21મી જૂને દર વર્ષની માફક `આંતરરાષ્ટ્રીય યોગ દિન' ઉજવવામાં આવશે.