Wed Sep 02 2026

Logo

ગુરુવારથી અમદાવાદમાં સૌપ્રથમ વર્લ્ડ યોગાસન ચૅમ્પિયનશિપઃ 60 દેશના 400થી વધુ ઍથ્લીટો ભાગ લેશે

2026-06-03 22:33:22
Author: Ajay Motiwala
ગુરુવારથી અમદાવાદમાં સૌપ્રથમ વર્લ્ડ યોગાસન ચૅમ્પિયનશિપઃ 60 દેશના 400થી વધુ ઍથ્લીટો ભાગ લેશે

અમદાવાદઃ અહીં ગુરુવાર, ચોથી જૂને સૌપ્રથમ વર્લ્ડ યોગાસન ચૅમ્પિયનશિપ (WYC) શરૂ થઈ રહી છે જેમાં 60 દેશના કુલ 400 કરતાં પણ વધુ ઍથ્લીટો ભાગ લેશે. એમાં ભારતના 122 ઍથ્લીટનો સમાવેશ છે.

ડબ્લ્યૂવાયસી-2026માં ભારત ઉપરાંત અમેરિકા, ઘાના, કેન્યા, મલયેશિયા, શ્રીલંકા તથા ઉઝબેકિસ્તાન વગેરે દેશોના ઍથ્લીટો (Athletes) મેડલ જીતવા માટેની હરીફાઈમાં ઝુકાવશે.

ભારતની આ પ્રાચીન વિદ્યા ઘણા દાયકાઓથી વિશ્વભરમાં પ્રચલિત છે, પરંતુ એની વર્લ્ડ યોગાસન ચૅમ્પિયનશિપ પહેલી જ વખત યોજાઈ રહી છે. હરીફાઈઓ 14થી પંચાવન વર્ષ સુધીની અલગ-અલગ કૅટેગરીમાં યોજાશે.

ઇન્ડિવિજ્યૂઅલ અને આર્ટિસ્ટિક ઇવેન્ટમાં વિવિધ કૅટેગરીઓમાં વિજેતાઓને મેડલ અપાશે. પહેલી વખત ઇલેકટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ દાખલ કરવામાં આવી રહી છે.