Fri Apr 17 2026

Logo

પશ્ચિમ બંગાળ માટે અમિત શાહે જાહેર કર્યું ભાજપનું ઘોષણાપત્ર, જાણો કેવા વાયદા કરવામાં આવ્યાં

2026-04-10 14:50:00
Author: Vimal Prajapati
Article Image

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતીને સરકાર બનાવવા માટે ભાજપ મેદાને આવી ગયું છે. કોઈ પણ ભોગે પશ્ચિમ બંગાળમાંથી મતત સરકારને ઉથલાવીને એનડીએની સરકાર બનાવવા માટે અત્યારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેવામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે પશ્ચિમ બંગાળમાં  ભાજપનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું છે. પશ્ચિમ બંગાળના લોકો એનડીએને મત આપે તે માટે ભાજપ દ્વારા અનેક યોજનાઓની ઘોષણા કરવામાં આવી છે. ચાલો વિગતે જોઈએ ભાજપનું ઘોષણા પત્ર...

ઘોષણાપત્ર આ વાત પર ભાર મૂકવામાં આવ્યો

કોલકાતામાં ભવ્ય કાર્યકર્મ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઘોષણાપત્ર જાહેર કર્યું છે. આ કાર્યક્રમ માટે જે મંચ તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં ભાજપે વિશેષ સ્લોગનનો ઉપયોગ કર્યો હતો. ભાજપે આ મંચ પર લખ્યું કે, ‘ભરોસે કા શપથ પ્રકાશ, ભય નહીં ભરોસા’. મહત્વની વાત એ છે કે, ભાજપે પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે પોતાના ઘોષણાપત્રને ભરોસા પત્ર નામ આપ્યું છે. આમાં ખાસ કરીને ગેરકાયદે ઘૂસણખોરી, મહિલા સુરક્ષા અને વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે સાથે રોજગારી અને સ્વાસ્થ્ય અંગે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. 

15 વર્ષથી મમતા બેનર્જીએ બંગાળને નિરાશ કર્યુંઃ અમિત શાહ

પોતાના ભાષણ દરમિયાન  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, 15 વર્ષથી મમતા બેનર્જીએ બંગાળને નિરાશ કર્યું છે. હવે ભાજપ પશ્ચિમ બંગાળના નવી આશા અને વિશ્વાસ આપશે. પશ્ચિમ બંગાળ હવે પરિવર્તન માંગે છે, અહીંની લોકો ટીએમસી અને મમતાની નીતિઓથી પરેશાન છે. મૂળ વાત એ છે કે, ભાજપ દ્વારા મમતા બેનર્જી પર આકરા વાક્ પ્રહારો કરવામાં આવ્યાં છે. 

ભાજપના મેનિફેસ્ટોમાં કઈ જાહેરાતો કરવામાં આવી છે?

મહિલાઓને દર મહિને 3 હજાર રૂપિયા આપવામાં આવશે
ઘૂસણખોરી સંપૂર્ણ રીતે રોકવામાં આવશે
બંગાળમાં માત્ર 6 મહિનામાં જ UCC લાગુ કરવામાં આવશે
45 દિવસમાં સાતમુ પગારપંચ લાગુ કરી દેવામાં આવશે
ભ્રષ્ટાચારીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે

પીએમ મોદીની 6 ગેરંટી પણ ઘોષણાપત્રમાં સામેલ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઘોષણાપત્ર જાહેર કર્યું તેમાં પીએમ મોદીની 6 ગેરંટીને પણ સામેલ કરવામાં આવી છે.  જેમાં ક્રમશઃ ટીએમસીને ભય ફેલાવ્યો ભાજપ વિશ્વાસ કાયમ કરશે, બીજુ - ભાજપ સરકારમાં સરકારી સિસ્ટમ માત્ર લોકો માટે જ કામ કરશે. ત્રીજુ - દરેક ભ્રષ્ટાચાર, કૌભાંડ અને દીકરીઓ સાથે થયેલા અન્યાની ફાઈલો ખુલશે, ચોથું - દરેક કૌભાંડને જેલમાં ધકેલવામાં આવશે, પછી ભલે તે ગમે તેટલો મોટો મંત્ર કેમ ના હોય! પાંચમું - શરણાર્થિઓને હક મળશે પરંતુ ઘૂષણખોરોને બહાર કાઢવામાં આવશે અને છઠ્ઠું - ભાજપની સરકાર બનતાની સાથે સાતમુ પગારપંચ લાગુ કરી દેવામાં આવશે.