મુંબઈઃ વરૂણ ધવનની નવી ફિલ્મ 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ'નું ટ્રેલર લૉંચ થઈ ચૂક્યું છે. આ ટ્રેલર પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા છે. આ ટ્રેલર સામે આવ્યા બાદ જેના તાજેતરમાં છૂટાછેડા થયા એ મૌનીની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. મૌની હાલમાં 40 વર્ષની છે પણ 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ' ફિલ્મમાં વરૂણ ધવનની મમ્મી બની છે, જ્યારે વરૂણની ઉંમર 39 વર્ષની છે. સોશિયલ મીડિયા પર ચર્ચા એ વાતની થઈ રહી છે કે, માતા અને દીકરાની ઉંમરમાં માત્ર એક જ વર્ષનો તફાવત?
મૌનીનું પાત્ર ગળે ઊતરતું નથી
માતાના રોલમાં મૌનીનું પાત્ર દર્શકોના ગળે ઊતરતું નથી. એમાં પણ ખાસકરીને મૌનીને આ ફિલ્મમાં એક માતાના પાત્ર કરતા વધારે ફેશનેબલ અને વધારે પડતી હાઈવાળી બતાવી દેવાઈ છે. સૂત્રો દ્વારા વિગત એ જાણવા મળી છે કે, ફિલ્મમાં પણ મૌની વરૂણની બાયોલોજિકલ મધર નથી. કાસ્ટિંગમાં કંઈક તો ગડબડ છે, જેને લીઈને દર્શકો સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે ત્યાં સુધી કહ્યું કે, માતાના રોલમાં મૌની? શું મજાક છે આ?, મૌની રોય નકલી માતા બની છે તો અસલી કોણ? અન્ય એક યુઝરે મજાક કરતા લખ્યું કે, મૌનીને માતા બનાવી દીધી, આનાથી વધારે શ્રેષ્ઠ સ્ટોરી તો બીજી ફિલ્મોમાં જોવા મળે છે. ટ્રેલર જોયા બાદ એટલું તો અવશ્ય સમજાય છે કે, ફેક મધરના પાત્રમાં મૌનીનું પાત્ર માત્ર કોમેડી પૂરતું જ છે.
Hai Jawani Toh Ishq Hona Hai (2026)
5 જૂને રીલિઝ થશે ફિલ્મ
પાત્ર અને સ્ટોરીલાઈને સમજવા કરતા દર્શકો ચર્ચા એ વાતની કરી રહ્યા છે કે, માતા તરીકે મૌનીને શા માટે લેવામાં આવી? જ્યારે સૂરજ સાથે એમણે છૂટાછેડા લીધા એ સમયે તેમણે થોડી પ્રાયવેસી આપવાની વાત કરી હતી. હવે આ ઘટના બાદ એકાએક ફિલ્મમાં જોવા મળી છે. 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ' ફિલ્મ ડેવિડ ધવને પોતાના પુત્ર વરૂણને લીઈને બનાવી છે, જેમાં મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે લીડ રોલ પ્લે કરી રહ્યા છે. આ ફિલ્મની રીલિઝ 5 જૂન નક્કી કરવામાં આવી છે. અગાઉ વિગત એવી મળી હતી કે, આ ફિલ્મની સાથે યશની ફિલ્મ ટોક્સિક ક્લેશ થશે પણ યશની ફિલ્મની તારીખ રી-શેડ્યુઅલ થતા આ તારીખ નક્કી કરવામાં આવી હતી.
Hai Jawani Toh Ishq Hona Hai (2026)