Wed Aug 26 2026

Logo

યુદ્ધની જ્વાળામાં યુએસ શેરબજાર બળ્યુંઃ ડાઉ જોન્સ તૂટ્યો, ક્રૂડના ભાવ આસમાને...

New York City   2026-03-03 22:02:31
Author: Savan Zalariya
યુદ્ધની જ્વાળામાં યુએસ શેરબજાર બળ્યુંઃ ડાઉ જોન્સ તૂટ્યો, ક્રૂડના ભાવ આસમાને...

AI Generated Images


ન્યુ યોર્ક: પશ્ચિમ એશિયામાં શરુ થયેલા યુદ્ધને કારણે વૈશ્વિક વેપારને લાંબાગાળાની માઠી આસર પહોંચવાની શક્યતા છે. આજે મંગળવારે યુએસ શેર બજાર ખુલતાની સાથે જ તૂટી પડ્યા હતાં. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ, નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ અને S&P 500 જેવા ઇન્ડેક્સમાં મોટો ઘટાડો નોંધાયો છે.

અહેવાલ મુજબ ટ્રેડિંગ શરૂ થયાના લગભગ 20 મિનિટમાં જ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 2.2 ટકા ઘટીને 47,837.16 પર પહોંચ્યો હતો. S&P 500 1.9 ટકાના ઘટડા સાથે 6,749.42 પર પહોંચ્યો હતો. નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સમાં પણ 2.0 ટકા ઘટીને 22,300.67 પર પહોંચ્યો હતો. ફુગાવામાં વધારાને કારણે પણ રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે.

સોમવારે પણ યુએસ શેરબજારો ઘટાડા સાથે ખુલ્યા હતાં, પરંતુ દિવસભર રોકાણકારો દાવ લગાવતા રહ્યા. મંગળવારે રોકાણકારોમાં વધુ નિરાશા જોવા મળી રહી છે.

ક્રુડ ઓઈલના ભાવ વધશે: 
સોમવારે ક્રુડ ઓઈલના ભાવમાં કાબુમાં રહ્યા હતાં, ઈરાને સોમવારે ગલ્ફ દેશોની રીફાઇનરીઓ પર હુમલો કરતા મંગળવારે ક્રુડ ઓઈલના ભાવમાં વધારો નોંધાયા. ઈરાને ઓમાનમાં ફ્યુઅલ ટેન્કર પર પર હુમલો કર્યો હતો  અને યુએઈમાં એક ઓઈલ સ્ટોરેજ ઝોન પર તોડી પાડવામાં આવેલા એક ડ્રોનનો કાટમાળ પડ્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પરિવહન લગભગ બંધ થઇ ગયું છે. 

યુએસ બજારમાં ઘટાડાની અસર આવતી કાલે ભારત સહીત એશિયાના બજારો પર પણ જોવા મળી રહે છે.