Wed Jun 17 2026

Logo

અમેરિકામાં સેક્સ ક્રાઈમ કેસમાં બે ગુજરાતીની ધરપકડ, જાણો શું છે કેસ

2026-02-21 08:46:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ અમેરિકામાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસે છે. જે પૈકી અમુક લોકો ક્યારેક ગંભીર ગુના પણ આચરે છે. અમેરિકામાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓએ જાતીય ગુનાઓની તપાસમાં ગુજરાતી મૂળની વ્યક્તિઓને ચર્ચામાં લાવી દીધી છે. એરિઝોનામાં, વેશ્યાવૃત્તિ અને ડ્રગ રેકેટ સાથે સંકળાયેલા એક કેસમાં દોષિત સાબિત થયા બાદ એક મોટેલ માલિકને સજા ફટકારવામાં આવી હતી.  બીજી તરફ ન્યુ જર્સીમાં, 15 વર્ષની સગીરા સાથે જાતીય સતામણીના આરોપમાં 46 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને તપાસ એકબીજા સાથે જોડાયેલી નથી, પરંતુ આરોપોની ગંભીરતાને કારણે લોકોનું ધ્યાન ખેંચાયું છે.  

વર્ષા પટેલનો શું છે કેસ

કેલિફોર્નિયાના ચીનો હિલ્સના રહેવાસી 57 વર્ષીય વર્ષા પટેલને 4 ફેબ્રુઆરીના રોજ એરિઝોનાના ફોનિક્સમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ  દ્વારા સજા સંભળાવવામાં આવી હતી. કોર્ટે તેમને પાંચ વર્ષની પ્રોબેશન  પર રાખ્યા છે અને રોયલ ઇન મોટેલ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત 7,44,000 ડોલર (આશરે ₹6.8 કરોડ) ની ગેરકાયદેસર કમાણી અને 5,000 ડોલર (આશરે ₹4.5 લાખ) નો દંડ ફટકાર્યો હતો. વર્ષા પટેલે વેશ્યાવૃત્તિ અને ડ્રગ રેકેટ ચલાવવામાં મદદ કરવા માટે તેમની મોટેલનો ઉપયોગ કર્યાનો ગુનો કબૂલ્યો હતો.

સ્થાનિકોએ કરી હતી અનેક ફરિયાદો

આ કેસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ફોનિક્સ પોલીસ વિભાગ અને યુએસ માર્શલ્સ સર્વિસની સંયુક્ત તપાસ બાદ સામે આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે રોયલ ઇન મોટેલ વર્ષો સુધી વેશ્યાવૃત્તિ અને ડ્રગ્સના વેચાણ માટેના અડ્ડા તરીકે કાર્યરત હતી. સપ્ટેમ્બર 2024માં સર્ચ વોરંટ દરમિયાન મોટેલ સીલ કરીને બંધ કરી દેવામાં આવી હતી. અધિકારીઓએ નોંધ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓ અને નજીકની શાળાઓએ આ મિલકત સાથે જોડાયેલી શંકાસ્પદ ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે વારંવાર ફરિયાદો કરી હતી.

તેજસ પટેલનો શું છે કેસ

ન્યુ જર્સીના એક અલગ કેસમાં, વુડબ્રિજના 46 વર્ષીય તેજસ પટેલની ગુરુવારે હડસન કાઉન્ટી પ્રોસીક્યુટર ઓફિસના સ્પેશિયલ વિક્ટિમ્સ યુનિટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે ન્યુ જર્સીના કાયદા હેઠળ સેકન્ડ-ડિગ્રી સેક્સ્યુઅલ એસોલ્ટ અને થર્ડ-ડિગ્રી બાળ કલ્યાણના જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધાયો હતો

પ્રોસીક્યુટરોએ આરોપ લગાવ્યો છે કે આ ગુનાઓ 2024માં જર્સી સિટીમાં  બન્યા હતા.  તે સમયે પીડિતાની ઉંમર 15 વર્ષ હતી. તપાસકર્તાઓએ જણાવ્યું કે આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સગીરાને મળ્યો હતો. તેની સિકોકસ ટાઉનમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં હાજરી સુધી તેને હડસન કાઉન્ટી કરેક્શનલ ફેસિલિટીમાં રાખવામાં આવ્યો છે.