વોશિંગ્ટન ડી સી: શનિવારે સાંજે યુએસ રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં કોરસપોન્ડન્ટ્સ ડિનર દરમિયાન મેઈન બોલ રૂમની બહાર એક શખ્સે ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો. સોશિયલ મીડિયા પર યુઝર્સ આ ઘટના અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા યુઝર્સ આ ઘટનાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ ગણાવીને ઘટનાની નિંદા કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો આ ઘટનાને બનાવટી અને પૂર્વઆયોજિત ગણાવી રહ્યા છે.
નોંધનીય છે 13 જુલાઈ 2024ના રોજ પેન્સિલવેનિયાના બટલરમાં એક ચૂંટણી પ્રચાર રેલી દરમિયાન પણ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ થયો હતો, જેમાં તેમનો આબાદ બચાવ થયો હતો.
એક યુઝરે સવાલ ઉઠાવતા કહ્યું, “વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સના ડિનરમાં ગોળીબારની ઘટના શંકા ઉપજાવે છે, કારણ કે મને ખબર છે કે આ નકામી વ્યક્તિ(ટ્રમ્પ)એ બટલરમાં પોતાની હત્યાના પ્રયાસનું નાટક કર્યું હતું. સ્ક્રિપ્ટ અંદાજીત છે: ઘટના બાદ ટ્રુથ પર ઉશ્કેરણીજનક પોસ્ટ્સ કરવામાં આવે છે અને ત્યારબાદ 'ડાબેરી'નો હાથ હોવાની વાતો. તે WWE ટ્રીક્સ છે. તેઓ વિરોધીઓને દબાવવાના પગલાને યોગ્ય ગણાવવા માટે આ નાટક રચી રહ્યા છે, દાન આપતા માફિયાને આવી ઘટનાઓ ગમે છે.”
The script is predictable: incendiary Truth Social posts followed by a 'Leftist' incident that feels staged from the jump. It’s pure WWE tactics. They’re using the theater to justify a lockdown on dissent. The donor mafia loves a well timed distraction. pic.twitter.com/x0rrkie4oM
— Walrus Mallone (@WalrusMallone) April 26, 2026
ઘટના સામે સવાલ:
એક યુઝરે લખ્યું, "કોઈ શખ્સ હથિયાર સાથે ઈમારતની આટલી નજીક પહોંચી જાય એ કેટલી વાહિયાત વાત છે. ટ્રમ્પ પાસે પહોંચવા માટે મેટલ ડિટેક્ટરના અનેક સ્તર પાર કરવા પડે છે. આ વાહિયાત વાત છે અને દેખીતી રીતે નાટકીય છે."
આ વર્ષે યુએસમાં મિડ ટર્મ ચૂંટણી યોજાવાની છે, એક યુઝરે આ સંદર્ભમાં લખ્યું, “આ નાટક એટલા માટે કરવામાં આવ્યું કે જેથી તે પોતાના મતદાનના આંકડાઓ વધી શકે અને એપ્સ્ટેઈન ફાઈલ્સના મામલાથી ભટકી શકે, કદાચ મોસાદે આ કરાવ્યું હોઈ શકે.”
અન્ય યુઝરે કમેન્ટ કરી કે, “ટ્રમ્પમાં કોઈ યોગ્યતા નથી, માટે શોમેન બની રહ્યા. પોતાને પીડિત સાબિત કરવા અને મગજ વગરના ટોળા પાસેથી પૈસા એકઠા કરવા માટે બીજી એક બનાવતી ઘટના છે."
વધુ એક યુઝરે લખ્યું, “આ એક પબ્લિસિટી સ્ટંટ માત્ર છે. તેને કોઈની પરવા નથી."