Wed Aug 26 2026

Logo

ઈરાને સામેના સંઘર્ષમાં યુએસ મિલિટરી બેઝને મોટું નુક્શાન: સમારકામ માટે અબજો ડોલર લાગશે

washington dc   2026-04-26 16:55:24
Author: Savan Zalariya
ઈરાને સામેના સંઘર્ષમાં યુએસ મિલિટરી બેઝને મોટું નુક્શાન: સમારકામ માટે અબજો ડોલર લાગશે

Reuters


યુએસ અને ઇઝરાયલે મળીને 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર હુમલો કરી સશસ્ત્ર સંઘર્ષ છેડ્યો હતો, જવાબમાં ઈરાને મધ્યપૂર્વમાં યુએસના મિલીટરી બેઝને નિશાન બનાવવાનું શરુ કર્યું હતું. અહેવાલ મુજબ ઈરાનમાં હુમલામાં યુએસના બેઝને અગાઉના અંદાજ કરતા ઘણું વધારે નુકશાન પહોંચ્યું છે,   

એક અહેવાલમાં યુએસ સેનાના અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું કે અત્યાર સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલી માહિતી કરતા યુએસના બેઝને ઘણું વધારે નુકસાન થયું છે, જેના સમારકામ માટે અબજો ડોલરનો ખર્ચ થવાની ધારણા છે. 

ઈરાનના હુમલામાં મધ્યપૂર્વના દેશોમાં યુએસ સ્ટોરેજ વેરહાઉસ, કમાન્ડ સેન્ટર, એરક્રાફ્ટ હેંગર અને સેટેલાઇટ કમ્યુનિકેશન સીસ્ટમને ભારે નુકશાન પહોંચ્યું છે. યુએસ બેઝ પર રનવે, રડાર સિસ્ટમ અને કેટલાક વિમાનોને પણ નુકસાન પહોંચાડ્યું. આ મથકો લશ્કરી હિલચાલ અને દેખરેખ માટે મહત્વપૂર્ણ માનવા આવે છે, જેનું સમારકામ કરવા માટે યુએસને અરબો ડોલર વાપરવા પડશે.

અહેવાલ મુજબ એક કિસ્સામાં ઈરાનનું એક જૂનું F-5 ફાઇટર જેટ યુએસની શક્તિશાળી યુએસ એર ડિફેન્સ સિસ્ટમને ભેદીને બેઝ પર હુમલો કરવામાં સફળ રહ્યું હતું.

અમેરિકાના સંરક્ષણ વિભાગે નુકસાન અંગે વિગતો જાહેર કરી નથી. મધ્યપૂર્વમાં લશ્કરી કામગીરી સંભાળતા યુએસ સેન્ટ્રલ કમાન્ડે પણ નુકસાનની અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

યુએસના સાંસદો નારાજ:
યુએસના કેટલાક સાંસદોએ પારદર્શિતાના અભાવ અંગે ટ્રમ્પ વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. અહેવાલ મુજબ પેન્ટાગોન રેકોર્ડ-ઉચ્ચ બજેટની માંગ કરી રહ્યું છે. અહેવાલ મુજબ, યુએસ કોંગ્રેસ પાસેથી 200 બિલિયન ડોલરથી વધુની માંગ કરી રહ્યું છે, અહેવાલ મુજબ આ નાણાનો ઉપયોગ મધ્યપૂર્વમાં યુએસના બેઝના સમારકામ માટે કરવામાં આવશે.