Wed Aug 26 2026

Logo

45 દિવસના યુદ્ધવિરામ માટે યુએસ અને ઈરાન વચ્ચે વાટાઘાટો! ટ્રમ્પે આપી નવી ડેડલાઇન

Washington DC   2026-04-06 11:21:00
Author: Savan Zalariya
45 દિવસના યુદ્ધવિરામ માટે યુએસ અને ઈરાન વચ્ચે વાટાઘાટો! ટ્રમ્પે આપી નવી ડેડલાઇન


વોશિંગ્ટન ડી સી: એક મહિનાથી વધુ સમયથી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે વૈશ્વિક વેપારને માઠી અસર પહોંચી છે, એવામાં એક રાહત આપે એવા અહેવાલ છે. યુએસ, ઈરાન અને પ્રાદેશિક મધ્યસ્થીઓનું એક જૂથ 45 દિવસના સંભવિત યુદ્ધવિરામની શરતો પર વાટાઘાટો કરી રહ્યું છે અને સંઘર્ષનો અંત લાવવા રસ્તા શોધી રહ્યું છે.

એક અહેવાલ મુજબ પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કીના યુએસ અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા છે, હાલ તમામ પક્ષો પાસે વાતચીત ચાલી રહી છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું કે યુએસ રાજદૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી વચ્ચે બેકચેનલ વાતચીત પણ ચાલી રહી છે. 

અહેવાલ મુજબ આગામી 48 કલાકમાં શરૂઆતનો સોદો થવાની આશા છે. સૂત્રોના જણાવ્યા મુજબ જો આ સોદો થશે તો, તો એ બે તબક્કામાં હશે. પ્રથમ તબક્કામાં 45 દિવસનો યુદ્ધવિરામ લાગુ કરવામાં આવશે, બીજા તબક્કામાં ત્યાર બાદ સંઘર્ષનો કાયમી અંત લાવવા ચર્ચા હાથ ધરવામાં આવશે.

ટ્રમ્પની ધમકી:
નોંધનીય છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે તો યુએસ સેના ઈરાનના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકશાન પહોંચાડશે.
અહેવાલ મુજબ ટ્રમ્પે કહ્યું, “ઈરાન સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ, આ એક સારી તક છે, પરંતુ જો તેઓ સોદો નહીં કરે, તો હું ઈરાનમાં બધું જ બદબાદ કરી દઈશ દઈશ." 

ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે સોદો કરવા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપેલી ડેડલાઇન  સોમાવરે પૂરી થવાની હતી, હવે ટ્રમ્પે ઈરાનને વધુ 24 કલાકનો સમય આપ્યો છે.


ટ્રમ્પે નવી ડેડલાઇન આપી છે. ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું, "મંગળવાર, પૂર્વીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે!"