Wed Jun 17 2026

Logo

‘સાપનું માથું કાપી નાખ્યું!’ IRGC હેડક્વાર્ટર ધ્વસ્ત; યુએસએ પોસ્ટ કર્યો વિડીયો

2026-03-02 11:51:27
Author: Savan Zalariya
Article Image

વોશિંગ્ટન ડીસી: યુએસ અને ઇઝરાયલે સાથે મળીને શનિવારે ઈરાન પર હુમલો કર્યો હતો, આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. એવામાં યુએસ સેન્ટ્રલ કમાન્ડે આજે સોમાવરે જાહેરાત કરી છે કે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના હેડ ક્વાટરનો નાશ કરવામાં આવ્યો છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડે X પર એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં જોવા મળે છે, યુએસ નેવીના એક  જહાજમાંથી એક બાદ એક મિસાઈલો લોન્ચ થઇ રહી છે અને ત્યાર બાદ શહેરી વિસ્તારમાં ઈમારતોમાં વિસ્ફોટો થતા જોવા મળે છે. આ વિસ્ફોટો સાથે ધુમાડા અને ધુળના ગોટા ઉડતા દેખાય છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે લખ્યું કે "સાપનું માથું" કાપી નાખવામાં આવ્યું છે.

અમેરિકનોની હત્યાનો બદલો:

યુએસ સેન્ટ્રલ કમાન્ડે વિડીયોના કેપ્શનમાં લખ્યું, "ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ છેલ્લા 47 વર્ષોમાં 1,000 થી વધુ અમેરિકનોનની હત્યા કરી છે. ગઈકાલે, યુએસના હુમલામાં સાપનું માથું કાપી નાખવામાં આવ્યું હતું."

યુએસ સૈન્યની ક્ષમતાનો ઉલ્લેખ કરતા સેન્ટ્રલ કમાન્ડે લખ્યું, "યુએસ પાસે પૃથ્વી પર સૌથી શક્તિશાળી સૈન્ય ધરાવે છે, અને IRGC પાસે હવે કોઈ હેડક્વાટર નથી". 

યુદ્ધ વધુ ભયંકર બની થઇ શકે છે:

ઈરાન સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યાનો બદલો લેવા માટે તલપાપડ છે, ઈરાન ઇઝરાયલ અને મધ્યપૂર્વમાં યુએસના મીલીટરી બેઝ પર વધુ ઘાતક હુમલા કરી શકે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નિવેદનમાં જણાવ્યું કે ઈરાન પર એક મહિના સુધી સંયુક્તરીતે હુમલા કરવામાં આવી શેક છે