Mon Oct 05 2026

Logo

યૂક્રેન યુદ્ધમા અત્યાર સુધી 5 લાખથી વધુ રશિયન સૈનિકના મોત થયા', બ્રિટનના સંરક્ષણ પ્રમુખનો મોટો દાવો

2026-09-12 10:47:00
Author: Mumbai Samachar Team
યૂક્રેન યુદ્ધમા અત્યાર સુધી 5 લાખથી વધુ રશિયન સૈનિકના મોત થયા', બ્રિટનના સંરક્ષણ પ્રમુખનો મોટો દાવો

કીવઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલો ભીષણ સંઘર્ષ આજે પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એવામાં આ આખા સંઘર્ષને લઈને હવે બ્રિટનના એક ટોચના સંરક્ષણ અધિકારીએ ચોંકાવનારા આંકડા સામે મૂક્યા છે.

બ્રિટનના ડિફેન્સ સ્ટાફના વડા એર ચીફ માર્શલ સર રિચર્ડ નાઈટને શુક્રવારે દાવો કર્યો હતો કે ફેબ્રુઆરી 2022માં રશિયાના આક્રમણની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે.

૧૫ લાખ સુધી પહોંચી રશિયાના ઈજાગ્રસ્ત અને મૃતકોની સંખ્યા

બ્રિટિશ સંરક્ષણ પ્રમુખના જણાવ્યા અનુસાર, રશિયાના કુલ મૃતકો અને ઘવાયેલાઓની સંખ્યા લગભગ ૧૫ લાખ સુધી પહોંચી ગઈ છે. આ આંકડા એક હદ સુધી યુક્રેની સેના દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ સાથે મેળ ખાય છે. જોકે, આ દાવાઓ પર રશિયન અધિકારીઓ તરફથી હાલમાં કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.

રશિયાને સૈન્ય સામગ્રી અને સરંજામનું મોટું નુકસાન

રિચર્ડ નાઈટને પત્રકારોને જણાવ્યું કે યુદ્ધના મેદાનમાં રશિયાની વિશાળ સેના આગળ વધવા માટે સંઘર્ષ કરી રહી છે અને આ વર્ષે રશિયન સેનાની આગળ વધવાની ગતિ પણ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે. તેમણે એ પણ જણાવ્યું કે રશિયન સશસ્ત્ર દળોએ આ દરમિયાન મોટી માત્રામાં સૈન્ય સાધન-સામગ્રી ગુમાવી છે.

૧૦,૦૦૦થી વધુ બખ્તરબંધ અને સુરક્ષિત વાહનો નષ્ટ થયા છે.

લગભગ ૩,૦૦૦ એર ડિફેન્સ અને આર્ટિલરી સિસ્ટમ તબાહ થઈ છે.

૩૭૦થી વધુ વિમાન અને હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા છે.

કીવમાં પેટ્રોલ પંપો પર રશિયન ડ્રોનથી હુમલો

મહત્વનું છે એક તરફ જ્યાં યુદ્ધના મોરચે રશિયન સેનાને ભારે નુકસાન થઇ રહ્યું છે તો બીજી તરફ તેણે પોતાના હવાઇ હુમલાનો વ્યાપ વધારીને નાગરિકોને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું છે. શુક્રવારે સતત બીજા દિવસે રશિયન ડ્રોનોએ યૂક્રેનની રાજધાની કીવમાં રોડ કિનારે બનેલા ગેસ સ્ટેશનોને નિશાન બનાવ્યા