Tue Aug 18 2026

Logo

તૃષાના અપમાન પર ભડકી ખુશ્બુ સુંદર! ઉદયનિધિ સ્ટાલિન પાસે માંગી જાહેર માફી

2026-08-04 19:10:01
Author: Mumbai Samachar Team
Article Image

ચેન્નઈ: હાલમાં જ તમિલનાડુના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને અભિનેતા એવા ઉદયનીધિ સ્ટાલિન એક પબ્લિક સ્પીચ દરમિયાન સાઉથની અભિનેત્રી તૃષા કૃષ્ણન પર અભદ્ર ટિપ્પણીના લીધે વિવાદોમાં ઘેરાઈ ગયા છે. લોકો આ ટિપ્પણીના લીધે તેમની આકરી ટીકા કરવામાં આવી રહી છે. મામલો એટલી હદે આગળ વધી ચૂક્યો હતો કે પોલીસ દ્વારા તેની અટકાયત પણ કરવામાં આવી છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન અને અભિનેતા વિજય વિશે વાત કરીને અભિનેત્રી તૃષા કૃષ્ણન પર ડબલ મીનિંગ કમેન્ટ કરીને આરોપ લાગ્યા બાદ અભિનેત્રી કમ રાજકારણી ખુશ્બુ સુંદરે પણ સ્ટાલિનની આકરી ટીકા કરી હતી. તેની સ્પીચને 'અભદ્ર' કહેતા તેણે ઉદયનિધિને તૃષાની માફી માંગવા માટે કહ્યું છે. 

ખુશ્બુએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક દેવીની તસ્વીર પોસ્ટ કરીને લખ્યું હતું કે 'ભગવાન નબળા લોકોની પરીક્ષા નથી લેતા પણ તે પસંદ કરેલા લોકોને વધુ શક્તિ આપે છે.' આગળ તેણે ઉદયનીધિ પર ટિપ્પણી કરતા લખ્યું કે 'ઉદયનીધિ સ્ટાલિનનું ભાષણ સાંભળ્યું હતું. આ અભદ્ર અને અત્યંત અપમાનજનક હતું, આ તેવી રાજકીય સંસ્કૃતિને દર્શાવે છે જેને અપનાવવા માટે તે ઉત્સુક દેખાય છે.' તેણે આગળ લખ્યું કે 'મહિલાઓ સાથે દુર્વ્યવહાર અને તેમનું અપમાન કરીને રાજકીય પ્રદર્શન કરતા અને પોતાના વફાદાર સમર્થકોની તાળીઓ, સીટીઓ અને હાસ્યનો આનંદ લેતા લોકો પાસે શું આશા રાખી શકાય?, મારાથી વધારે તેમને કોણ ઓળખી શકે છે?' 

મહિલાઓનું સન્માન કરવું જોઈએ

તેણે આગળ લખ્યું કે રાજકારણના મતભેદો છતાં જાહેર વાતચીતની પણ એક મર્યાદા હોવી જોઈએ. મહિલાઓનું સન્માન કરવું જોઈએ, તેમને પોતાની મરજી મુજબ ઉપયોગનું પ્યાદું ન સમજવું જોઈએ. તમને ખબર છે કે તમે પોતાના રાજકીય હરીફોનું કામ, વિઝન કે નેતૃત્વની હરીફાઈ કરવા સક્ષમ નથી તો વ્યક્તિગત અપમાન અને અપમાનજનક ભાષાનો સહારો લેવો સરળ બની જાય છે.' તેણે પોતાની વાત પર વિરામ આપતા પહેલા તેની તૃષાની જાહેરમાં માફી માંગવા માટેની માંગ કરી હતી. 

ઉદયનિધિ દ્વારા તૃષા પર કરી હતી અભદ્ર ટિપ્પણી 

તંજાવુરમાં કાવેરી જળ સમસ્યા પર ઉદયનિધિએ એક જનસભાનું સંબોધન કર્યું હતું. તેણે પોતાની પાર્ટીનો ઉલ્લેખ કરતા તમિલ ભાષામાં કહ્યું કે 'આપણા મુખ્યપ્રધાન કાવેરી જળવિવાદ પર કઈ બોલી રહ્યા નથી. તેમને ડીએમકેના ખોટા કેસ નોંધવાની વધારે ચિંતા છે.' જયારે ભીડમાં કોઈએ તૃષાનું નામ લીધું તો તેણે હસીને ટિપ્પણી કરી હતી ત્યારબાદ આસપાસના હાજર લોકોએ શોરબકોર મચાવી દેતા તેનો ઉત્સાહ વધ્યો હતો. બીજી તરફ સોશિયલ મીડિયા પર તેની ટિપ્પણીના ક્લિપ્સ વાયરલ થયા હતા, જેથી લોકોએ તેની આ અભદ્ર ટિપ્પણીની આકરી નિંદા કરી હતી.