ચેન્નઇ: તમિલનાડુમાં થોડા દિવસો પહેલા ખૂબ મોટો વિવાદ ઊભો થયો હતો. વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિન કાવેરી પાણીની સમસ્યાને લઈને મુખ્ય પ્રધાન થલપતિ વિજય પર એક નિવેદન આપી રહ્યા હતા. થલપતિ વિજયના મૌન પર પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા, જેમાં તેમણે સાઉથની એક્ટ્રેસ તૃષા કૃષ્ણનને લઈને વિવાદાસ્પદ કમેન્ટ કરી હતી.
ઉદયનિધિ સ્ટાલિનના અભદ્ર નિવેદનના લીધે પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી ત્યાર બાદ તે જામીન પર છૂટી ઘરે પરત ફર્યા હતા, પરંતુ સોશિયલ મીડિયા પર તેમને લઈને લોકોની અંદર ખૂબ જ ગુસ્સો અને આક્રોશ જોવા મળ્યો હતો. અનેક સાઉથ અભિનેત્રીઓએ તેમના વિચારો પર પ્રશ્નો ઊભા કર્યા હતા. આટલા દિવસો બાદ તૃષાએ આ મુદ્દે ઈશારાઓમાં પોતાની વાત કહી દીધી હતી.
તૃષાએ એવું તો શું લખ્યું ચર્ચા છેડાઈ
તૃષાએ લાંબા સમય બાદ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે, જે ઉદયનીધિ સ્ટાલિનના વિવાદિત નિવેદન સાથે જોડવામાં આવી રહી છે, જેમાં અભિનેત્રીએ એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું કે, 'આ ઉંમરમાં નાટક શરમજનક છે, જઈને થોડા પૈસા કમાવો અને શાંતિ શોધો.' ત્યાર બાદની પોસ્ટમાં તેણે નજર ન લાગવાવાળું નિશાન મૂક્યું, અને આ પોસ્ટમાં લખ્યું હતું, 'જે જીવન માટે તમે પ્રાર્થના કરી હતી, આજે તે જીવનને સંભાળતા થાક લાગવો પણ એક ગર્વની બાબત છે.'
જો કે તૃષા ફક્ત આ પોસ્ટ શેર કરવા માટે ઇન્સ્ટાગ્રામ પર આવી નહોતી. તેણે પોતાના દાદીના જન્મદિવસની અમુક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના દાદી હાલમાં જ 98 વર્ષના થયા હતા. એવામાં તૃષાએ આ અવસર પર પોતાની માતા અને પરિવારના સભ્યો સાથે ઉજવણી કરી હતી.
મુખ્ય પ્રધાન વિજય જોસેફ સાથે અફેરની ચર્ચા
તૃષા કૃષ્ણનનું નામ છેલ્લા કેટલાક સમયથી સીએમ વિજય સાથે જોડાયેલું છે. તેને વિજયની રુમર્ડ ગર્લફ્રેન્ડ માનવામાં આવે છે, જયારે વિજય પરણેલો છે. ઉદયનીધિ સ્ટાલિનનું નિવેદન તૃષા અને વિજયના અફેર સાથે જોડાયેલું હતું.