Thu Apr 30 2026

Logo

રશ્મિકા મંદાના પછી શું થલાપતિ વિજય અને ત્રિશા કૃષ્ણન લગ્ન કરશે, જાણો હકીકત?

2026-03-16 21:24:42
Author: Mumbai Samachar Team
Article Image

ચેન્નઈઃ સાઉથમાં જાણે લગ્નની સિઝન ચાલી રહી હોય, એમ સ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાનાએ લગ્ન પછી હવે વધુ એક સુપરસ્ટારના લગ્નની ચર્ચાએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજય અને ત્રિશા કૃષ્ણન હાલમાં સોશિયલ મીડિયા પર તેમના પ્રેમ જીવનને લઈને સમાચારમાં છે. એવા અહેવાલો છે કે તેઓ રિલેશનશિપમાં છે. હવે તાજેતરની સોશિયલ મીડિયા પર થતી ચર્ચાઓએ આ અફવાઓને વધુ વેગ આપ્યો છે. અભિનેત્રીની માતા, ઉમા કૃષ્ણનની પ્રતિક્રિયાએ ચાહકોમાં નવી ચર્ચા જગાવી છે.

હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી વિજય અને ત્રિશાના ડેટિંગની અફવાઓ  સાંભળવા મળી રહી છે. વિજય અને તેની પત્ની સંગીતા વચ્ચે અણબનાવના અહેવાલો સામે આવ્યા પછી આ અફવાઓને વધુ વેગ મળ્યો છે. આ પછી વિજય અને ત્રિશા એક રિસેપ્શનમાં સાથે જોવા મળ્યા, ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેમની કેમેસ્ટ્રી વિશે ઘણી ચર્ચાઓ થવા લાગી.

આ દરમિયાન એક ચાહક દ્વારા બનાવેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિજય અને ત્રિશા ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. આ સમાચાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિજય અને ત્રિશા કૃષ્ણન ચૂંટણી પછી તેમના સંબંધોને સત્તાવાર રીતે જાહેર કરી શકે છે.

જોકે, લોકોનું ધ્યાન ખરેખર એ તરફ ત્યારે ખેંચાયું જયારે ત્રિશાની માતા ઉમા કૃષ્ણનને આ વીડિયો લાઈક કર્યો. આ વીડિયોના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચાહકોએ તેના પર વિવિધ ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું. ઘણા યુઝર્સ માને છે કે આ પ્રતિક્રિયા એ સંકેત હોઈ શકે છે કે બંને સ્ટાર્સ તેમના સંબંધોને આગળ વધારવાની તૈયારી કરી રહ્યા છે.

જયારે કેટલાક લોકો માને છે કે ઉમા કૃષ્ણનને તેની પુત્રી ત્રિશા કૃષ્ણનને સપોર્ટ કરવા આ વિડિયો લાઈક કર્યો હોય. વિજયના અંગત જીવન વિશે ચાલી રહેલા સમાચારો પછી, સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ હતી, તેથી, આ તેમની પુત્રી માટે તેમનો ટેકો પણ હોઈ શકે છે. જ્યારે કેટલાક ચાહકો કહે  છે કે આ લાઈક ભૂલથી હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર અમુક યુઝર્સ એવો દાવો કરે છે કે ઉમા કૃષ્ણનને અગાઉ પણ વિજય અને ત્રિશાના સંબંધોની ચર્ચા કરતી ઘણી પોસ્ટ્સ અને રીલ્સ લાઈક કરી છે.

વિજય અને ત્રિશા કૃષ્ણને હજુ સુધી આ અફવાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી. વિજય હાલમાં તેની રાજકીય કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને તેના અંગત જીવન વિશે ચાલી રહેલી ચર્ચાઓ પર મૌન છે. વિજય અને ત્રિશાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને તેમની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી છે.