Wed Jun 17 2026

Logo

ઓઈલ ગેસ રિફાઇનરીને નિશાન બનાવતા મિડલ ઇસ્ટમાં નવા સંકટનું થશે નિર્માણ...

tehran   2026-03-18 22:47:59
Author: Mumbai Samachar Team
Article Image

AFP - Source: UGC anonymous


તહેરાનઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈ દિવસે દિવસે ચોંકાવનારા તબક્કા પર પહોંચી રહી છે. ઈઝરાયલે ઈરાનના સાઉથ પાસ પાસે ગેસ ફિલ્ડ પર હુમલો કરી દેતા હવે સ્થિતિ સંવેદનશીલ બની રહી છે. આવું પહેલીવાર બની રહ્યું છે જ્યારે ઈઝરાયલ અને અમેરિકાએ ભેગા થઈને ઈરાનના ગેસ પ્લાન્ટ પર હુમલો કરી દીધો છે. આ હુમલાને કારણે ઈરાન હવે વધારે ગુસ્સે ભરાયો છે. ઈરાને વળતા જવાબમાં સાઉદી અરેબિયા, કતાર અને યુએઈમાં આવેલા અમેરિકાના ઠેકાણા પર હુમલો કરવાની ધમકી ઉચ્ચારી છે. 

ઈઝરાયલની ટીકા
ઈરાનના ગેસ પ્લાન્ટ હુમલો થતા ઈઝરાયલની ટીકા થઈ રહી છે. ઊર્જા ઉત્પાદનનું આ મુખ્ય કેન્દ્ર હતું. આ પ્લાન્ટને ઈરાનની અર્થ વ્યવસ્થાની મુખ્ય કરોડરજ્જૂ માનવામાં આવતી હતી. આ પહેલા અમેરિકાએ ખાર્ગ આઈલેન્ડ પર હુમલો કર્યો હતો.તેલ બાદ હવે ગેસ પ્લાન્ટ પર હુમલો થતા ઈરાનની અર્થવ્યવસ્થાને અસર થશે નક્કી મનાઈ રહ્યું છે. હુમલો થયા બાદ પ્લાન્ટમાં આગ ભભૂકી ઊઠી હતી. આ હુમલાથી કેટલું નુકસાન થયું છે એ અંગે હાલમાં કોઈ અપડેટ નથી. પહેલા ક્રૂડ અને હવે ગેસ પ્લાન્ટ પર હુમલો થવાને કારણે હવે ઊર્જા કટોકટી ઊભી થાય એવા એંધાણ છે. કતારે પણ આ હુમલાની નિંદા કરી છે તેમણે ઈઝરાયલ પર ઠીકરું ફોડ્યું છે. 

પર્યાવરણ માટે પણ જોખમ છે
કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજોદ અલ અંસારીએ કહ્યું હતું કે, આ બહેદ ખતરનાક હુમલો છે. બેજવાબદારી પૂર્વક વર્તન ઈઝરાયલ કરી રહ્યું છે. ગેલ પ્લાન્ટ પર હુમલો એ માત્ર દુનિયાના ઊર્જા સપ્લાય પર હુમલો નથી પણ પર્યાવરણને પણ એટલું જ નુકસાન પહોંચ્યું છે. મહત્ત્વના પ્લાન્ટ પર હુમલો ન કરવા અમે વારંવાર કહ્યું છે. હવે અમે બન્ને દેશને શાંતિ અને સંયમ રાખવા માટેની અપીલ કરી રહ્યા છે. હકીકત એ પણ છે કે, આ ગેસ પ્લાન્ટને કારણે કતાર સહિત અન્ય મિડલ ઈસ્ટને પણ અસર થવાની છે. 

દૈનિક ધોરણે 700 મિલિયન ક્યુબિક ગેસ
આ પ્લાન્ટમાંથી ઈરાનને 700 મિલિયન ક્યુબિક મિટર ગેસ દૈનિક ધોરણે મળતો હતો, જેનાથી દેશની ગેસને લગતી પાયાની જરૂરિયાત પૂરી થતી હતી.આંતરરાષ્ટ્રીય કેટલાક પ્રતિબંધ હોવાને કારણે ગેસની સપ્લાય અટકી હતી. આ જ પ્લાન્ટ નેચરલ ગેસનો સૌથી મોટો સપ્લાયર્સ છે. માનવામાં આવે છે કે દુનિયાના કુલ ગેસ ભંડારનો લગભગ 10-15 ટકા હિસ્સો આ વિસ્તારમાં આવેલો છે. અહીંથી નીકળતી ગેસ પર વિશ્વના અનેક દેશો નિર્ભર છે અને તેમની વીજ ઉત્પાદન તથા અન્ય ઉદ્યોગો માટે તે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ગેસ ફિલ્ડની શોધ 1990માં કરવામાં આવી હતી. આ લગભગ 9700 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાં લગભગ 3700 વર્ગ કિલોમીટર વિસ્તાર (સાઉથ પાર્સ) ઈરાનમાં અને 6000 વર્ગ કિલોમીટર વિસ્તાર (નૉર્થ ફીલ્ડ) કતારના વિસ્તારમાં આવેલો છે.