ચેન્નઈઃ NEET-UG પરીક્ષા રદ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લાંબા સમયથી અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ પરીક્ષા (NEET-UG) રદ કરવાની માંગ કરી રહેલી હતી. તમિલનાડુ સરકારે આ સંદર્ભમાં ઔપચારિક પગલાં લીધાં છે. રાજ્ય સરકાર રાષ્ટ્રીય પાત્રતા-સહ-પ્રવેશ પરીક્ષા (NEET) અને વિદેશી યોગદાન (નિયમન) સુધારા બિલ, 2026 નો વિરોધ કરતા વિધાનસભામાં અલગ ઠરાવો પસાર કરવાની તૈયારીમાં છે. આ બિલને લઈને શિક્ષણજગતમાં ફરી કોઈ ચર્ચા શરૂ થઈ શકે છે.
રાષ્ટ્રપતિની મંજૂરી કેમ ન મળી?
આરોગ્ય મંત્રી ડૉ. કે. જી. અરૂણરાજ કોઈ અલગ પ્રસ્તાવ રજૂ કરી શકે છે. જેમાં કેન્દ્ર સરકાર તરફથી અંડરગ્રેજ્યુએટ મેડિકલ પરીક્ષા માટે એક સમાન નીટ સિસ્ટમને ખતમ કરવા માટે સંબંધીત કેન્દ્રીય કાયદામાં ફેરફાર કરવાની માગ કરી શકે છે. આ પ્રસ્તાવમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તમિલનાડુ વિધાનસભામાં સર્વસમ્મતીથી તમિલાનાડુ એડમિશન ટુ અંડરગ્રેજ્યુએટ મેડિકલ ડિગ્રી કોર્સીસ બિલ 2021 પાસ કર્યું હતું જેમાં નીટમાં છૂટ અંગેની માગ કરવામાં આવી હતી.
Tamil Nadu Assembly Session | The Tamil Nadu Legislative Assembly is set to pass separate resolutions to cancel the National Eligibility-cum-Entrance Test (NEET) and the Foreign Contribution (Regulation) Amendment Bill, 2026.
— ANI (@ANI) August 11, 2026
TN Health Minister K Arunraaj will move a separate…
પણ આ બિલને રાષ્ટ્રપતિની કોઈ રીતે મંજૂરી મળી નહીં. આ કારણે તે પડ્યું રહ્યું. વિધાનસભા કેન્દ્રથી નેશનલ મેડિકલ કમિશન એક્ટ 2019, નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન એક્ટ 2020, નેશનલ કમિશન ફોર હોમ્યોપેથિક એક્ટ 2020 તથા અન્ય સંબંધિત કાયદામાં ફેરફાર કરવા માટે રાષ્ટ્રીય સ્તેર નીટ બંધ કરવાનો આગ્રહ પણ રજૂ થઈ શકે છે.
વાલીઓનો મત
આ સિવાય સ્કૂલ રિક્ષા, તમિલ વિકાસ, સૂચના તથા પ્રચાર મંત્રી ફોરેન કંટ્રિબન્યુશન અમેડમેન્ટ બિલનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે. નીટની પરીક્ષાનું પેપર પહેલીવાર નથી ફુટ્યું. પણ આ વખતે પેપરફુટ્યા બાદ મોટો હંગામો દેશભરમાં થયો હતો. આના પડઘા છેક દિલ્હીમાં સંસદ ભવનમાં પણ પડ્યા હતા. આ પહેલા પણ નીટ પેપર લીક મામલે અનેક એવી ગડબડનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે.
આ જ વર્ષે પેપર લીક થયા બાદ ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફર્યું પણ બીજા ચાન્સમાં કેટલાય વિદ્યાર્થીઓને મોટો ફાયદો પણ થયો. આવી ઘટનાઓ બનતા લાખો વિદ્યાર્થીઓને માનસિક આઘાત લાગે છે. આવું ન થાય એ માટે નીટ ખતમ કરવા છેક તમિલનાડુંથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ પ્રકારની પરીક્ષાની તૈયારી કરવાતા વાલીઓને પણ આઘાત પહોંચે છે. ઘણા વાલીઓએ તો ત્યાં સુધી કહ્યું છે કે, આ જ પ્રકારની સિસ્ટમ રહી તો સિસ્ટમ પરથી ભરોસો ઊઠતા પણ વાર નહીં લાગે32