મુંબઈઃ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અવારનવાર પોતાના વિવાદીત નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે તેણે રામજન્મ ભૂમિને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો છે. એક્ટ્રેસે કહ્યું કે, વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ વિવાદ પર ચુકાદો આપ્યો હતો. એ સમયે હિન્દુ હોવાના નાતે શરમ આવતી હતી. એક્ટ્રેસે એવું પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ તરત જ આમીર ખાન, શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત તમામ મુસ્લિમ દોસ્તો પાસેથી માફી માગી હતી.
સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે નારાજગી
રામ જન્મભૂમિ વિવાદ અંગે વાત કરતા સ્વરાએ એક ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, હું સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી પરેશાન હતી. તેમણે આ નિર્ણય યોગ્ય નથી લીધો. મુસ્લિમ મિત્રોને ખબર હોવી જોઈએ કે, તેઓ પણ આ ચુકાદાથી સહમત નથી. આ માટે જ આ ચૂકાદા બાદ આમીર ખાન, શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત પોતાના મુસ્લિમ દોસ્તો પાસે ક્ષમા માગી હતી.
આ માટે તેણે આ મિત્રોને સંપર્ક પણ કર્યો હતો. પોતાના એક મેસેજમાં એક્ટ્રેસે લખ્યું હતું કે, એક હિન્દુ હોવાના નાતે હું માત્ર એટલુ કહેવા માગુ છું કે, મને ખરેખર ખૂબ જ દુઃખ છે. મને શરમ આવતી હતી. હું આ નિર્ણય સાથે સહમત નથી.
સ્વરાના આ નિવેદન સામે ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. એના વીડિયો પર ફેન્સ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, સ્વરા રામ મંદિરના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પરેશાન હતી, હવે કામ માટે બોલીવુડમાં દિવસ-રાત સિનેમાના વખાણ કરે છે, પણ એને કોઈ કામ નથી આપતું આ હકીકત છે.
સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ શરૂ
બીજા એક ચાહકે એવું લખ્યું હતું કે, સતત ચર્ચા અને વિવાદમાં રહેવા માટે સ્વરા ગમે તેમ અને ગમે તે બોલી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું કે, અમને પણ શરમ આવે છે તમને હિન્દુ કહેતા. તા.9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેંચે સર્વસંમતિથી વિવાદીત જમીન પર રામ મંદિર બનાવવા માટે મંજૂરી આપી દીધી હતી. આ પછી અયોધ્યામાં રામ મંદિર તૈયાર થયું હતું.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વકફ બોર્ડને પણ મસ્જિદ માટે પાંચ એકર જમીન આપી હતી. એ બધા કરતા સ્વરા વિવાદમાં છે.
એમના નિવેદનના કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. સ્વરાએ એક મુસ્લિમ પરિવારમાં લગ્ન કર્યા છે. એક યુઝરે તો કહ્યું કે, આને બોલિવૂડ તો શું ક્યાંય કામ ન મળવું જોઈએ. બીજા યુઝરે એ કમેન્ટમાં કહ્યું હતું કે, આ વિવાદાસ્પદ લેડી છે, ફરી શરૂ થઈ ગઈ. આને આટલું મહત્ત્વન જ ન આપો. એક યુઝરે એવી કમેન્ટ ગુસ્સાવાળા ઈમોજી સાથે મૂકી કે, આ હિન્દુ કહીને પણ પોતાની જાત સાથે ખોટું બોલે છે. એક પણ હિન્દુ આની વાત સાથે તો સહમત નહીં જ થાય.