Tue Aug 25 2026

Logo

‘પિટિશનમાં આવી અભદ્ર ભાષા?’  જાતિ આધારિત વસ્તી ગણતરી રોકવાની અરજી પર સુપ્રીમ કોર્ટે ફગાવી

2026-04-10 16:55:20
Author: Savan Zalariya
‘પિટિશનમાં આવી અભદ્ર ભાષા?’  જાતિ આધારિત વસ્તી ગણતરી રોકવાની અરજી પર સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હી: ભારતમાં નવી વસ્તી ગણતરી શરુ કરવામાં આવી છે, આ વખતે જાતિને આધારે વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પર રોક લગાવવા અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે જાહેર હિતની અરજી (PIL)પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે સાથે જ અરજદાર દ્વારા ઉપયોગ કરવામાં આવેલી ભાષા સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી.

આ મામલાની અધ્યક્ષતા કરી રહેલા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે રૂબરૂ હાજર થયેલા અરજદારને સીધું સંબોધન કર્યું હતું. ચીફ જસ્ટિસે અરજદારને ઠપકો આપતા કહ્યું, "આપને અપની પિટિશન મે બદતમીઝી કી ભાષા લખી હૈ. આપને કિસે અપના પિટિશન લખવાયા હૈ”

ન્યાયાધીશ સૂર્યકાંત ઉપરાંત જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલી પણ બેન્ચમાં સામેલ હતા.

અરજીમાં વિનંતી કરવામાં આવી હતી કે કોર્ટ કેન્દ્રને જાતિગત વસ્તી ગણતરી રોકવા આદેશ આપે. અરજીમાં એક બાળક ધરાવતા પરિવારોને આર્થિક પ્રોત્સાહનો પુરા પાડવા સરકારને નીતિઓ ઘડવા માટે નિર્દેશો આપવાની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટને અરજી પર સુનાવણી કરવાનો કોઈ આધાર ન મળ્યો, કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

હાલમાં ચાલી રહેલી વસ્તી ગણતરી, દેશની 16મી રાષ્ટ્રીય વસ્તી ગણતરી છે.  1931 પછીની પ્રથમ વખત  જાતિ આધારિત વસ્તીગણતરી કરવામાં આવી રહી છે, આ વસ્તીગણતરી સંપૂર્ણપણે ડિજિટલ સ્વરૂપમાં પણ હાથ ધરવામાં આવશે.