તહેરાન: મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેમાં ઈરાન સૈન્યના દાવાએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. ઈરાન સૈન્યના દાવા મુજબ હોર્મુઝ સ્ટ્રેટ હવે 500 કિલોમીટરનો ઓપરેશનલ ઝોન બની ગયો છે. તેમજ આ માત્ર સુરક્ષા વ્યુહરચના નથી પરંતુ ઈરાનની નૌ સેનાની રણનીતિનો હિસ્સો છે.
જાસ્ક અને સિરિકથી કેશમ ટાપુ અને ગ્રેટર તુમ્બ સુધી ફેલાયો
આઇઆરજીસી નૌકાદળના અધિકારીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટને પહેલા હોર્મુઝ અને હેંગમ જેવા નાના ટાપુઓની આસપાસ કેન્દ્રિત મર્યાદિત ક્ષેત્ર તરીકે જોવામાં આવતું હતું. જોકે, હવે આ ધારણામાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રદેશ હવે એક વિશાળ લશ્કરી કોરિડોરમાં વિકસિત થયો છે. જે જાસ્ક અને સિરિકથી કેશમ ટાપુ અને ગ્રેટર તુમ્બ સુધી ફેલાયેલો છે.
હોર્મુઝ સ્ટ્રેટ 500 કિલોમીટર ની રેન્જમાં વિસ્તર્યો
મીડિયા અહેવાલ મુજબ આ પ્રદેશ અગાઉ 20 થી 30 માઇલ સુધી ફેલાયેલો હતો.હવે તેને 200 થી 300 માઇલ (આશરે 500 કિલોમીટર) ની રેન્જ આવરી લેવા માટે વિસ્તૃત કરવામાં આવ્યો છે. આ વિસ્તરણને અર્ધચંદ્રાકાર આકારની વ્યૂહાત્મક ગોઠવણી તરીકે વર્ણવવામાં આવ્યું છે.જે દરિયાઇ દેખરેખ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવે છે.
દરિયાઈ સરહદો અને હિતોનું સંપૂર્ણ નિરીક્ષણ
આ ઉપરાંત ઈરાન નૌ સેનાએ જણાવ્યું હતું કે, ઈરાન તેની દરિયાઈ સરહદો અને હિતોનું સંપૂર્ણ નિરીક્ષણ કરી રહ્યું છે અને કોઈપણ પ્રકારની ઘુસણખોરી સહન કરશે નહીં. તેમજ કહ્યું છે કે અમે અમારી જમીનના દરેક ઇંચનું રક્ષણ કરવા માટે અમારું લોહી વહેવડાવીશું પરંતુ અમે તેને છોડીશું નહીં.
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર નવા નિયમો લાગુ થશે
આઇઆરજીસીએ પણ સ્પષ્ટતા કરી છે કે નવા નિયમો હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર લાગુ થશે. ફક્ત ઈરાન દ્વારા નિર્ધારિત માર્ગને જ સલામત ગણવામાં આવશે. ચેતવણી આપવામાં આવી છે કે આ નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ જહાજો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.