Mon Oct 05 2026

Logo

સાઉથ આફ્રિકાએ મુખ્ય બોલર્સ વિના પણ વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવી દીધું

Durban   2026-09-24 22:47:00
Author: Ajay Motiwala
સાઉથ આફ્રિકાએ મુખ્ય બોલર્સ વિના પણ વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવી દીધું

ડરબનઃ સાઉથ આફ્રિકાએ અહીં ગુરુવારે વન-ડેના વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા (Australia)ને સિરીઝની પ્રથમ વન-ડેમાં 67 રનથી હરાવીને શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી હતી.

નવાઈની વાત એ છે કે સાઉથ આફ્રિકા (South Africa)ની ટીમમાં મુખ્ય બોલર્સમાં કૅગિસો રબાડા, લુન્ગી ઍન્ગિડી, ઑટનિલ બાર્ટમૅન અને ક્વેના મફાકા નહોતા એમ છતાં રોમાંચક મુકાબલો જીતી લીધો હતો. સ્પિનર કેશવ મહારાજે સૌથી વધુ ચાર વિકેટ તથા કૉર્બિન બૉશ્ચ અને બ્યૉન ફૉર્ટયૂને બે-બે વિકેટ મેળવી હતી..

સાઉથ આફ્રિકાએ મૅથ્યૂ બ્રીટઝકે (112 રન, 106 બૉલ, બે છગ્ગા, 14 ચોગ્ગા)ની સેન્ચુરી તથા માર્કો યેનસેનના (75 રન, 59 બૉલ, ચાર છગ્ગા, સાત ચોગ્ગા) મોટા યોગદાનની મદદથી 50 ઓવરમાં આઠ વિકેટે 297 રન બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયાના બોલર્સમાંથી પેસ બોલર નૅથન એલિસે ત્રણ અને સ્પિનર ઍડમ ઝૅમ્પાએ બે વિકેટ લીધી હતી.

ઑસ્ટ્રેલિયાએ 298 રનનો લક્ષ્યાંક મેળવવા શરૂઆત સારી કરી હતી, પણ ટી-20 મૅચની જેમ આક્રમક ફટકાબાજીના મૂડમાં રમેલા કૅપ્ટન મિચલ માર્શ (60 રન, 36 બૉલ, છ છગ્ગા, પાંચ ચોગ્ગા)એ 90 રનના કુલ સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી ત્યાર બાદ કોઈ મોટી ભાગીદારી નહોતી થઈ અને વધુ એક પણ હાફ સેન્ચુરી પણ નહોતી થઈ. ઓપનર ટ્રેવિસ હેડ માત્ર 36 રન કરી શક્યો હતો. કાંગારુઓની ટીમ 230 રનના કુલ સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. યેનસેને ચાર કૅચ ઝીલ્યા હતા જેમાંના કેટલાક અફલાતૂન હતા. યેનસેને એક વિકેટ પણ લીધી હતી. તેણે એકંદરે ઑલરાઉન્ડ પર્ફોર્મ કર્યું હતું.