Thu Oct 01 2026

Logo

તમે પણ સાબુના નાના થઈ ગયેલાં ટુકડાને નકામા સમજીને ફેંકી દો છો? આ વાંચી લેશો તો બંધ કરી દેશો ફેંકવાનું...

2026-02-20 17:22:16
Author: Darshana Visaria
તમે પણ સાબુના નાના થઈ ગયેલાં ટુકડાને નકામા સમજીને ફેંકી દો છો? આ વાંચી લેશો તો બંધ કરી દેશો ફેંકવાનું...

આપણામાંથી મોટાભાગના લોકોના ઘરમાં સાબુનો ઉપયોગ થાય છે. હવે તમે પણ નોટિસ કર્યું હશે કે સાબુનો ઉપયોગ કરતી વખતે એક સમય એવો આવે છે કે તે સાવ નાના નાના ટુકડામાં વહેંચાઈ જાય છે. આ ટુકડાનો ઉપયોગ નહાતી વખતે કરી શકાતો નથી. આવી સ્થિતિમાં આપણે તેને નકામી સમજીને ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આ સાબુના નાના ટુકડાનો તમે અલગ અલગ રીતે કરી શકો છો? ચાલો તમને આ સ્ટોરીમાં આ વિશે જણાવીએ... 

આપણમાંથી મોટાભાગના લોકો ઘસાઈને નાના નાના ટૂકડા થઈ ગયેલાં સાબુને નકામા સમજીને ફેંકી દઈએ છીએ. જો તમે પણ આવું જ કરતાં હોવ તો આ સ્ટોરી તમારા માટે જ છે. તમને જાણીને નવાઈ લાગશે કે સાબુના આ નાના ટુકડાઓ તમારા ઘરના અનેક કામોમાં મદદરૂપ થઈ શકે છે અને તમારા પૈસા પણ બચાવી શકે છે. ચાલો જાણીએ કે કઈ રીતે તમે આ સાબુના વધેલા ટુકડાઓનો આ રીતે સ્માર્ટલી ઉપયોગ કરી શકો છો-

નવો સાબુ બનાવો
સાબુના ઘણા બધા નાના ટુકડાઓ ભેગા કરો. તેને થોડા ગરમ પાણીમાં ઓગાળીને એક મોલ્ડ (બીબા) માં ભરી દો. થોડા કલાકો પછી તે સુકાઈ જશે અને તમારો એક નવો સાબુ તૈયાર થઈ જશે.

લિક્વિડ હેન્ડવોશ બનાવો
સાબુના ટુકડાઓને છીણી લો અને તેને પાણીમાં ઉકાળો. આ મિશ્રણ જ્યારે ઘટ્ટ થઈ જાય ત્યારે તેને ઠંડુ કરીને ખાલી બોટલમાં ભરી લો. તમારો ઘરેલુ લિક્વિડ હેન્ડવોશ તૈયાર છે.

વોર્ડરોબમાં ફ્રેગ્રરન્સ માટે
કપડાંના કબાટમાં ઘણીવાર ભેજની દુર્ગંધ આવતી હોય છે. સાબુના નાના અને સુગંધિત ટુકડાઓને પાતળા કપડા કે પોટલીમાં બાંધીને કબાટના ખૂણામાં મૂકી દો. તેનાથી તમારા કપડાં હંમેશા સુગંધિત રહેશે.

સિવણકામમાં પણ થશે મદદ
જો તમે ઘરે સિલાઈ કામ કરતા હોવ, તો કપડાં પર નિશાન કરવા માટે ચોકની જગ્યાએ સુકા સાબુના પાતળા ટુકડાનો ઉપયોગ કરી શકાય છે. તે કાપડ પર સ્પષ્ટ નિશાન બનાવે છે અને ધોવાથી સરળતાથી નીકળી જાય છે.

ચેન કે ઝીપર ઠીક કરો
ઘણીવાર જેકેટ, બેગ કે પેન્ટની ચેઈન અટકી જતી હોય છે. આવા સમયે સાબુના ટુકડાને ચેઈન પર થોડો ઘસવાથી તે લ્યુબ્રિકન્ટ તરીકે કામ કરશે અને ચેઈન સરળતાથી ચાલવા લાગશે. સાબુના ટુકડાનો આવો ફરીથી ઉપયોગ કરવો એ પર્યાવરણ અને ખિસ્સા બંને માટે હિતકારક છે.