બોલીવૂડની બ્યુટીફૂલ અને ટેલેન્ટેડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર હાલમાં પોતાના બિઝી શિડ્યુલમાંથી બ્રેક લઈને વેકેશન માણી રહી છે. સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ ટ્રીપના ફોટો શેર કર્યા છે. જોકે, શ્રદ્ધાના આ વાઈરલ થઈ રહેલાં ફોટોમાંથી સૌથી વધુ ધ્યાન એક ફોટોએ ખેંચ્યું છે. ચાલો જાણીએ કે આખરે એવું તે શું ખાસ છે આ ફોટોમાં...
શ્રદ્ધા કપૂરે હાલમાં પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર વેકેશનના ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે "છોટી સી છુટ્ટી તો બનતી હૈ ના???" જોકે, આ પોસ્ટમાં ફેન્સનું સૌથી વધુ ધ્યાન લાઈબ્રેરીમાં બેસીને પુસ્તક વાંચી રહેલા તેના કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદીની તસવીરે ખેંચ્યું છે. આ ઝલક સામે આવતાં જ બંનેના સંબંધોને લઈને ફરી એકવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાહુલ અને શ્રદ્ધાના અફેયરની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
બીજી તરફ, બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનારી 'સ્ત્રી ૨' (Stree 2) ની બ્લોકબસ્ટર સફળતા બાદ શ્રદ્ધા પોતાના આગામી મોટા પ્રોજેક્ટ ફિલ્મ 'ઈઠા'ને કારણે પણ ચર્ચામાં છે. શ્રદ્ધાએ શોપિંગ, ખાણીપીણી અને સુંદર લોકેશન્સના ફોટો શેર કર્યા છે, જેની વચ્ચે તેણે રાહુલ મોદીનો એક ફોટો પણ સામેલ કર્યો છે.
અહીંયા તમારી જાણકારી માટે કે બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જોકે, શ્રદ્ધાએ હજુ સુધી પોતાના સંબંધો કે વેકેશનના ચોક્કસ લોકેશન અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. મેડોક ફિલ્મ્સના દિનેશ વિજન નિર્મિત અને લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ઈઠા'માં શ્રદ્ધા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મ ઈઠ્ઠામાં પહેલી જ વખત શ્રદ્ધા કપૂર અને રણદીપ હૂડાની ફ્રેશ જોડી જોવા મળશે. આ ફિલ્મમાં રણદીપ શ્રદ્ધાના લવ ઈન્ટરેસ્ટ તરીકે મુખ્ય ભૂમિકા ભજવશે. સાથે જ મોહમ્મદ ઝીશાન અય્યૂબ પણ મહત્વના રોલમાં હશે.
આ ફિલ્મ મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ લોક કલાકાર વિઠ્ઠાબાઈ નારાયણગાવકરના સંઘર્ષમય જીવન પર આધારિત છે, જેમણે લાવણી અને તમાશા જેવી પારંપરિક કળાને વૈશ્વિક ઓળખ અપાવી હતી. શ્રદ્ધા કપૂરે આ ફિલ્મમાં અત્યાર સુધીના પોતાના સૌથી પડકારજનક અને ડી-ગ્લેમ રોલમાં જોવા મળશે. થિયેટર્સમાં આ ફિલ્મ ચોથી ડિસેમ્બરના રીલિઝ થવા જઈ રહી છે.