Tue Aug 25 2026

Logo

શ્લોકા મહેતા કે રાધિકા મર્ચન્ટ: અંબાણી પરિવારની બંને વહુઓમાંથી કોણ છે વધુ પાવરફુલ?

2026-03-28 18:09:33
Author: Darshana Visaria
શ્લોકા મહેતા કે રાધિકા મર્ચન્ટ: અંબાણી પરિવારની બંને વહુઓમાંથી કોણ છે વધુ પાવરફુલ?

અંબાણી પરિવારની બંને વહુઓ, શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ, તેમની રોયલ લાઈફ સ્ટાઈલ અને ગજબની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે પરિવારની બંને વહુરાણીઓમાંથી કઈ વહુરાણી ડિગ્રીઓ અને નેટવર્થના મામલામાં એકબીજા પર ભારે પડે છે. 

અંબાણી પરિવારના વહુરાણી શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ અવારનવાર પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને ફેશનને કારણે સતત લાઈમલાઈટમાં આવતી જ રહે છે. પરંતુ શું તમને ખબર છે કે એજ્યુકેશન અને નેટવર્થના મામલામાં શ્લોકા રાધિકા પર કે પછી રાધિકા શ્લોકા પર ભારે પડે છે? 

વાત કરીએ રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતાના એજ્યુકેશનની તો બંને વહુરાણીઓએ વિદેશની નામાંકિત યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. શ્લોકા અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ બાદ અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી એન્થ્રોપોલોજીમાં ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી લો (Law)માં માસ્ટર્સ કર્યું છે.

હવે આગળ વધીએ અને જાણીએ કે પરિવારની નાની વહુરાણી રાધિકા મર્ચન્ટની ડિગ્રીઓ વિશે. રાધિકા મર્ચન્ટે પણ શ્લોકા મહેતાની જેમ જ મુંબઈની જાણીતી શાળાઓ બાદ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને આજે તે અંબાણી પરિવારની નાના વહુરાણી બનાવીને પરિવારની શાન વધારી રહી છે. 

વાત કરીએ અંબાણી પરિવારની બંને વહુરાણી એટલે કે શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટની નેટવર્થ વિશે તો બંને વહુરાણીઓ અમીર બેકગ્રાઉન્ડથી આવે છે. જોકે, આ રેસમાં પરિવારની મોટી વહુરાણી એટલે કે શ્લોકા સૌથી આગળ છે. શ્લોકા તેમના પિતાની કંપની 'રોઝી બ્લુ' (Rosy Blue) માં ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર, શ્લોકા મહેતાની કુલ નેટવર્થ અંદાજે રૂપિયા 149 કરોડ છે. 

શ્લોકા મહેતા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ રાધિકા મર્ચન્ટની તો પરિવારની નાની વહુરાણી રાધિકા હાલમાં તેમના પિતા વીરેન મર્ચન્ટની કંપની 'એનકોર હેલ્થકેર' (Encore Healthcare)માં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર રાધિકાની અંદાજિત નેટવર્થ રૂપિયા 10 કરોડ જેટલી છે.

હવે એ તો સ્વાભાવિક વાત છે કે નેટવર્થના મામલામાં તો પરિવારની મોટી વહુરાણી શ્લોકા મહેતા નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ પર ભારે પડે છે, કારણ કે બંનેની નેટવર્થમાં જમીન આસમાનનું અંતર છે.