Fri Sep 04 2026

Logo

સોહેલ ખાન સાથેના લગ્નને ભાભીએ 'ટોક્સિક' ગણાવતાં ખફા થયા 'ભાઈજાન', ભાઈને મૂવ ઓન થવાની આપી સલાહ

2026-08-04 18:14:38
Author: Mumbai Samachar Team
સોહેલ ખાન સાથેના લગ્નને ભાભીએ 'ટોક્સિક' ગણાવતાં ખફા થયા 'ભાઈજાન', ભાઈને મૂવ ઓન થવાની આપી સલાહ

મુંબઈ: બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન એક શોના અલાયન્સમાં ગેસ્ટ બન્યા હતા. ફિનાલે વીકમાં 'ભાઈજાન' પોતાના ભાઈ સોહેલ ખાનને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. શોમાં જઈને સલમાન ખાન બધાનું ધ્યાનનું કારણ બન્યો હતો. પોતાના ભાઈને આગળ વધવા માટે પણ પ્રોત્સાહિત કર્યો હતો. સલમાને પોતાના જેલના મુશ્કેલીના દિવસોને પણ યાદ કર્યા હતા. આ શૉના કન્ટેસ્ટન્ટ્સએ દબંગ ખાનને હેડક્વાર્ટરની ટૂર કરાવ્યો હતો. આ રીતે ભાઈજાનની આ વિઝિટ સફળ રહી હતી. 

બંને ભાઈઓના મિલને ચાહકોને ખુશ કરી દીધા હતા. સલમાને સોહેલ અને સીમાના છૂટાછેડા વિશે વાત કરતા કહ્યું કે લગ્ન તૂટવાની અસર ફક્ત સોહેલ પર પડી નહોતી, પરંતુ તેના પર પણ પડી હતી. સલમાને સ્વીકાર્યું હતું કે સોહેલ-સીમાને સામસામે જોઈને તેમની મુશ્કેલી પણ વધી ગઈ હતી, પરંતુ બંનેએ ડિગ્નિટી અને ગ્રેસ સાથે આ શોમાં પોતાની સફર કરી હતી. સલમાનના મતે આ અંતરે સોહેલને અંદરથી સંપૂર્ણપણે હચમચાવી નાખ્યો હતો. આજ સુધી તે આ સ્થિતિમાંથી ઉગરી શક્યો નથી. અભિનેતાએ ભાઈને મૂવઓન કરવા અને અન્ય કોઈને ડેટ કરવાનું કહ્યું હતું. 

સલમાને શોથી નીકળ્યા બાદ સીમાના ઇન્ટરવ્યૂનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં તેણે સોહેલ સાથે લગ્નને ટોક્સિક ગણાવ્યા હતા. હવે સોહેલ અને સીમા કડવાશ ભૂલીને સારી રીતે જીવન વિતાવે છે. સલમાન ખાને માન્યું કે જયારે બંને છુટ્ટા પડ્યા ત્યારે પરિવાર માટે તે સમય અત્યંત દુઃખદાયક રહ્યો હતો. 

Prime Video

વાતવાતમાં સલમાને જૂના દિવસો યાદ કર્યા હતા. સલમાને કહ્યું કે સોહેલે સૌથી પહેલા પરિવારને જણાવ્યું કે તે સીમા સાથે સંબંધમાં છે. સલમાન તે સમયે ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ'ની શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે સોહેલનો ફોન આવ્યો અને તેણે જણાવ્યું હતું કે તેને જીવનસાથી મળી ગઈ છે અને તે સીમા સાથે લગ્ન કરવા ઈચ્છે છે. 

એ શોના સેટ પરથી પરત ફરતી વખતે સલમાન ભાવુક બનીને સોહેલને ગળે મળ્યો હતો. અભિનેતાએ સોહેલને વીડિયો કોલ પર તેના દીકરા સાથે વાત કરાવી હતી. સોહેલે દીકરા સાથે વંશજની મેચ્યોરિટીના વખાણ કર્યા હતા. સલમાન ખાને 23 વર્ષીય વંશજની મેચ્યોરિટી અને નીડરતા અંદાજની સરાહના કરી હતી. સલમાનને મળીને બધા ખુશ થયા હતા. હવે આ વીકમાં શોનું ફિનાલે છે, તો જોવાનું રહ્યું કે આ શો કોણ જીતે છે.