Sun Apr 12 2026

Logo

રશિયાના નિર્ણયે ભારતની ચિંતા વધારી, ડિસ્કાઉન્ટ ઘટાડતા ઓઈલ માર્કેટમાં ઉથલપાથલ...

moscow   2026-03-07 22:35:00
Author: Viral Rathore
Article Image

મોસ્કોઃ ઈરાન પર અમેરિકા-ઈઝારયલના આક્રમણને કારણે સમગ્ર મિડલ ઈસ્ટમાં સ્થિતિ તણાવગ્રસ્ત છે. હોર્મુઝ ક્રિક તો પરિવહન માટે ખોલી દેવામાં આવી છે પણ જહાંજો જે તે બંદર સુધી પહોંચશે એમાં ઘણો સમય જાય એમ છે. આ માહોલ વચ્ચે હવે રશિયાએ જે નિર્ણય કર્યો છે એ પણ આંચકો આપે એવો છે. છેલ્લા ચાર વર્ષથી ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદે છે. હવે આ તેલ મોંઘુ થવાનું છે. રશિયાના ક્રુડ ઓઈલ પર મળતું સેક્શન ડિસ્કાઉન્ટ હવે સ્કેરસિટી પ્રીમિયમમાં ફેરવાયું છે. 

હવે ભારત માટે શું?
હાલમાં ભારત પાસે ક્રુડ ઓઈલનો પૂરતો સ્ટોક છે. આવનારા દિવસોમાં રશિયા પાસેથી નવા ઓર્ડર પ્રમાણે ભારત જો ક્રુડ ઓઈલની આયાત કરશે તો મોંઘુ પડશે. આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેટ ક્રુડથી પણ મોઘું રશિયન ક્રુડ પડશે. રશિયાએ યુદ્ધની પરિસ્થિતિ પારખીને તકનો લાભ ઊઠાવી લીધો છે. વર્ષ 2022માં યુક્રેન રશિયાનું યુદ્ધ શરૂ થયા બાદ રશિયા ભારતને 15થી 30 ડૉલર પ્રતિ બેરલની છૂટ આપતું, હવે આવું શક્ય નથી. માર્ચ-એપ્રિલ 2026ના સમયગાળામાં ડિલેવરી માટે રશિયન ક્રુડ હવે બ્રેંટ ક્રુડ કરતા પણ મોંઘુ થશે. પ્રત્યેક બેરલ પર 4થી 5 ડૉલર મોંઘુ પડશે. ખાડીના દેશમાંથી આવતું ક્રુડ ઓઈલ યુદ્ધના કારણે સમયસર પહોંચી શકે એમ નથી.

રશિયન ક્રુડ પર ભારતીય કંપનીઓનો આધાર
ભારતીય ઓઈલ રીફાઈનરી કંપનીઓ પોતાની જરૂરિયાત અનુસાર અને માગને પહોંચી વળવા માટે રશિયાના ક્રુડ પર હાલ નિર્ભર છે. રશિયા હવે આ મોકાનો પૂરો ફાયદો ઊઠાવશે. ક્રુડ ઓઈલને લઈને મંજૂરીની દાવેબાજી અમેરિકાએ કર્યા બાદ રશિયાએ આ પગલું લીધું છે. ક્રુડ ડિપ્લોમસી ઊભી કરીને અમેરિકાએ દુનિયાને ચોંકાવી પણ રશિયાએ અમલીકરણ કરીને આર્થિક રીતે ઝટકો આપ્યો છે. આવી સ્થિતિમાં રશિયન સપ્લાયર્સે ભાવ વધાર્યા અને ક્રુડ ઓઈલની માર્કેટ એકાએક ગરમ થઈ ગઈ. યુદ્ધ જેવી સ્થિતિમાં રશિયામાં તેજીનો માહોલ છવાઈ ગયો