Sun Sep 06 2026

Logo

રવિવારે સવારે 5.00 વાગ્યે રોનાલ્ડોની અને 7.30 વાગ્યે મેસીની મૅચ

Miami   2026-06-27 22:47:39
Author: Ajay Motiwala
રવિવારે સવારે 5.00 વાગ્યે રોનાલ્ડોની અને 7.30 વાગ્યે મેસીની મૅચ

માયામી/ડલાસઃ ફિફા વર્લ્ડ કપમાં વિક્રમજનક 48 દેશ વચ્ચેનો લીગ રાઉન્ડ પૂરો થવાની તૈયારીમાં છે અને હવે એના છેવટના ભાગમાં (રવિવારે સવારે) કેટલીક મહત્ત્વની મૅચો રમાશે.

રવિવારે વહેલી સવારે 5.00 વાગ્યે પોર્ટુગલ અને કોલમ્બિયાનો મુકાબલો થશે જેમાં પોર્ટુગલનો સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો ફરી એક વખત સુપરફાસ્ટ સ્પીડે ગોલ કરવાની પોતાની ક્ષમતાની ઝાંખી કરાવશે એવી સંભાવના છે.

સવારે 7.30 વાગ્યે ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાનો જોર્ડન સાથે મુકાબલો છે. આર્જેન્ટિના નૉકઆઉટમાં પહોંચી ગયું છે અને લિયોનેલ મેસી કદાચ મોડો રમવા ઊતરશે એવી સંભાવના છે.

આ બે મોટી મૅચો ઉપરાંત શનિવારે મધરાત બાદ 2.30 વાગ્યાતી પનામા-ઇંગ્લૅન્ડ તથા ક્રોએશિયા-ઘાનાની મૅચ રમાશે. સવારે 5.00 વાગ્યે કૉન્ગો અને ઉઝબેકિસ્તાન મૅચ પણ નિર્ધારિત છે અને 7.30 વાગ્યે અલ્જિરિયા-ઑસ્ટ્રિયા વચ્ચેનો જંગ પણ ખેલાશે.