Mon May 04 2026

Logo

ABCD ફિલ્મને લઈને રેમોએ આપ્યા ગૂડ ન્યૂઝ, ટૂંક સમયમાં ફાયનલ થશે કાસ્ટ

2026-04-07 22:33:01
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ પ્રખ્યાત કોરિયોગ્રાફર અને દિગ્દર્શક રેમો ડિસોઝા તેમની આગામી ડાન્સ ફિલ્મને લઈને હજુ પણ ચર્ચામાં છે. 11 વર્ષના ગાળા પછી રેમો ડિસોઝા 'ABCD 3' લઈને આવી રહ્યા છે. ચાહકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પહેલા 'ABCD' અને 'ABCD 2'ફિલ્મ આવી ચૂકી છે. આ ફિલ્મને ચાહકો દ્વારા એટલી બધી પ્રશંસા મળી હતી કે હવે બધાની નજર ત્રીજી ફિલ્મ પર છે. 

ફિલ્મ ટૂંક સમયમાં ઓનફ્લોર
અગાઉની બંને ફિલ્મોને જબરદસ્ત બોક્સ ઓફિસ સફળતા મળ્યા બાદ, રેમો ડિસોઝાએ હવે ત્રીજા ભાગ પર કામ શરૂ કરી દીધું છે.'ABCD 3'સંબંધિત નવીનતમ અપડેટ્સ પર એક નજર કરીએ તો રેમો ડિસોઝાએ 'ABCD 3'ની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરી દીધું છે. આ ખુશખબર તેમના ફોલોઅર્સ સાથે શેર કરી, પુષ્ટિ આપી કે 'ABCD 3' પર કામ ખરેખર ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ચાહકોમાં ફિલ્મના અપડેટ્સ અંગેની અપેક્ષાઓ વધી ગઈ છે, દરેક વ્યક્તિ ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

સ્ટારકાસ્ટ હજુ નક્કી નથી
વર્ષ 2013માં ABCD ફિલ્મ આવી હતી જે ડાંસપ્રેમી લોકોને ખૂબ જ પસંદ પડી હતી. માત્ર ફિલ્મ જ નહીં ફિલ્મના કલાકારોએ પણ દમદાર કામ કર્યું હતું. વર્ષ 2015માં ABCD 2 આવી. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર દમદાર કમાણી કરી હતી.  જેમાં વરૂણ ધવન અને શ્રદ્ધા લીડ રોલ પ્લે કરી રહ્યા હતા. આ જ સીરિઝની ત્રીજી ફિલ્મ આવી રહી છે જોવાનું એ છે કે, આ વખતે કઈ સ્ટોરી પર કામ થઈ રહ્યું છે. સ્ટારકાસ્ટ અંગે હજુ સુધી કોઈ પ્રકારની અપડેટ સામે આવી નથી. આ સિવાય ડાન્સની દુનિયાના જાણીતા કોર્યોગ્રાફર્સ ફિલ્મમાં દેખાશે કે નહીં એ પણ હજું નક્કી નથી.