પેન ઈન્ડિયા સ્ટાર રશ્મિકા મંદાના લગ્નના માટેના એક શોર્ટ બ્રેક બાદ ફરી એકવાર એક્શન મોડમાં આવી ગઈ છે. રશ્મિકાએ તેની આગામી ફિલ્મ મૈસાનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને ખુદ સ્ટોરી શેર કરીને તેને આ જાહેરાત કરી છે. રશ્મિકાની આ ફિલ્મને લઈને ફેન્સમાં એક અલગ જ લેવલનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ફિલ્મમાં તે અત્યાર સુધીના સૌથી શક્તિશાળી અને અલગ અવતારમાં જોવા મળશે. ચાલો જોઈએ શું છે આખી સ્ટોરી વિસ્તારથી...
સાઉથ ઈન્ડિયન ફિલ્મોની સુપરસ્ટાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે ફેબ્રુઆરી, 2026ના રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કરી લીધા હતા. ફેન્સ કપલની કેમેસ્ટ્રી અને ટ્યુનિંગ જોઈને એકદમ મોજમાં આવી ગયા હતા. હવે લગ્ન, રિસેપ્શન અને ત્યાર બાદની વિધિઓ પૂરી કરીને રશ્મિકા મંદાના સેટ પર પાછી ફરી છે.
રશ્મિકાએ ફિલ્મ 'મૈસા'નું શૂટિંગ ફરી શરૂ કરી દીધું છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટર રવિન્દ્ર પુલ્લેની સ્ટોરી રીપોસ્ટ કરી છે. આ સ્ટોરીમાં શૂટિંગ સેટની એક ઝલક જોવા મળે છે. એક વિશાળ ખુલ્લા વિસ્તારમાં આખી ટીમ શૂટિંગ કરી રહી છે, જે ફિલ્મની ભવ્યતાનો અંદાજ આપે છે. આ પોસ્ટ સાથે 'ધ હન્ટ બિગિન્સ' (The Hunt Begins) એવું દમદાર કેપ્શન પણ આપવામાં આવી છે.
ફિલ્મમેકર્સે તાજેતરમાં જ ફિલ્મનો જે ફર્સ્ટ લૂક શેર કર્યો છે તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ ફિલ્મમાં નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો લૂક અત્યંત રૉ અને ગંભીર રાખવામાં આવ્યો છે, જે તેની અગાઉની 'ચોકલેટી ગર્લ'ની ઇમેજને સંપૂર્ણપણે બદલી નાખશે. જેક્સ બિજોયનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને જબરદસ્ત એક્શન સીન્સ આ ફિલ્મને એક અલગ સ્તર પર લઈ જાય છે.
વાત કરીએ 'અનફોર્મ્યુલા ફિલ્મ્સ'ના પ્રોડક્શનમાં બની રહેલી 'મૈસા' ફિલ્મ વિશે તો આ એક ઇમોશનલ એક્શન થ્રિલર છે. આ ફિલ્મની સ્ટોરી મુખ્યત્વે આદિવાસી વિસ્તારો પર આધારિત છે, જે શાનદાર વિઝ્યુઅલ્સ અને મજબૂત પ્લોટનું પ્રોમિસ આપે છે. રશ્મિકાનું આ પરફોર્મન્સ તેના કરિયરની સૌથી યાદગાર ભૂમિકા બની શકે છે.