મુંબઈઃ અલ્લુ અર્જુનની મચઅવેઈટેડ ફિલ્મ 'રાકા'ને લઈને કેટલાક પાસા પરથી પડદો ઊઠી ગયો છે. એટલું તો ફેન્સ માની રહ્યા છે કે, આ ફિલ્મમાં દીપિકા એક અલગ અંદાજમાં જોવા મળવાની છે. તેના અત્યાર સુધીના કેરેક્ટરમાં આ પાત્ર સૌથી અલગ અને ફેન્સમાં થોડું સરપ્રાઈઝ રહેવાનું છે. ફિલ્મને લઈને વાત એવી મળી છે કે, દીપિકાએ પોતાની પ્રેગ્નેન્સીને પ્રાયોરિટી આપીને પોતાના શુટિંગ અસાઈમેન્ટ પૂરા કરી લીધા છે. સૂત્રોમાંથી વિગત એ મળી છે કે, ફિલ્મમાં દીપિકા સિવાય જાહ્નવી કપૂર અને રશ્મિકા મંદાના પણ લીડ રોલ પ્લે કરી રહ્યા છે.
દીપિકાના તમામ અસાઈમેન્ટ પૂરા
રિપોર્ટ અનુસાર દીપિકા આ ફિલ્મમાં એક પ્રેગ્નેટ વુમનનો રોલ પ્લે કરી રહી છે. આ રોલની પાછળ એક રિયાલીટી છે કોઈ એસ્થેટિક વસ્તુનો અહીંયા ઉપયોગ નથી. ફિલ્મમાં તે પોતાના આવનારા સંતાનનો જીવ બચાવવા માટે પ્રયાસ કરી રહી છે. ફિલ્મમાં એક વૈદિક પ્રાચીન યુગની સ્ટોરી છે.
ખાસ વાત એ છે કે, શુટિંગ દરમિયાન દીપિકા ખરેખર પ્રેગ્નેટ હતી. હવે ફિલ્મમાં તેના પ્રેગ્નેટ રોલ પર ફોક્સ કરાયું છે કે, નહીં એ અંગે હજુ કોઈ વાત ફિક્સ નથી. નવા મહેમાનના આગમન પહેલા દીપિકાએ પોતાના શેડ્યુલ અસાઈમેન્ટ પૂરા કરી લીધા છે. હવે પછીના સમયમાં તે રેસ્ટ લેશે અને નવા મહેમાનનું વાજતેગાજતે સ્વાગત પણ કરશે. આ પછી તે થોડા સમય માટે કામમાંથી બ્રેક લેશે. ફિલ્મમાં જાહ્નવીનો રોલ એકદમ અલગ છે. ટ્રાઈબલ ક્વિનના રોલમાં તે જોવા મળશે. એનો રોલ ખૂબ મજબૂત રીતે લખાયો છે અને તેને એક નીડર લીડર તરીકે દર્શાવાઈ છે.
ક્યારે આવશે ફિલ્મ?
આખરે આ કબિલો કોનો છે અને કોણ કોણ એમાં છે એ ફિલ્મનું ટ્રેલર આવ્યા બાદ વધારે ખ્યાલ આવશે. ફિલ્મની સ્ટોરીમાં એના રોલથી એક ટર્નિંગ પોઈન્ટ પણ આવી શકે છે. આદિવાસી કબિલા, કમ્યુનિટી અને પરંપરા સાથે એનું પાત્ર ક્નેક્ટ કરાયું છે. જ્યારે રશ્મિકા એક ગાઈડ અને પ્રોટેક્ટરના રોલમાં છે. દીપિકા સાથે એનું પાત્ર ક્નેક્ટ છે.
રશ્મિકાનો રોલ દીપિકાને એના કપરા સમયમાં સુરક્ષા આપવાનો એ જે તે જગ્યાએથી સુરક્ષિત રીતે બાહર કાઢવાનો છે. ફિલ્મનું ડાયરેક્શન જાણીતા ફિલ્મનિર્માતા એટલી કરી રહ્યા છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિ પણ જોવા મળશે. સાઈ અભ્યંકરે ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે. આ ફિલ્મ આગામી વર્ષે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે.