Tue Sep 15 2026

Logo

પંજાબ કોંગ્રેસની બેઠકમાં ચરણજીત સિંહ ચન્નીના સમર્થકોએ કરી નારેબાજી, રાજકીય ગરમાવો વધ્યો

2026-08-02 16:53:00
Author: Mumbai Samachar Team
પંજાબ કોંગ્રેસની બેઠકમાં ચરણજીત સિંહ ચન્નીના સમર્થકોએ કરી નારેબાજી, રાજકીય ગરમાવો વધ્યો

બરનાલાઃ પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ રણનીતિ બનાવી રહી હોય એવો માહોલ અત્યારથી જોવા મળી રહ્યો છે, પંજાબમાં સત્તા પર આવવા માટે કોંગ્રેસે રાજ્ય સ્તરે મહેનત કરવાનું શરૂ કરી દીધું છે. પ્રાથમિક ધોરણે સંગઠનને મજબૂત કરવા કવાયત થઈ રહી છે ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું નામ ફરી ચર્ચામાં છે. માત્ર ચર્ચા જ નહીં સમર્થકો પણ જાહેરમાં એમને ટેકો આપી રહ્યા છે. મૂળ વાત એમ છે કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ફરી રાજકીય ક્ષેત્રમાં એક્ટિવ થઈ ગયા છે. આજે પંજાબના બનાલામામાં કોંગ્રેસ પ્રચાર સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રથમ ગ્રાસે મક્ષિકા

પંજાબના પ્રભારી ભુપેશ બઘેલ, અમરીનદર સિંહ રાજા, બરનાલાના ધારાસભ્ય કુલદીપ સિંહ કાલા ધિલ્લોં, પૂર્વ મંત્રી રાજકુમાર વેરકા સહિતના કદાવર નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકની શરૂઆતમાં જ રાજકીય માહોલ ગરમાયો હતો. પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત ચન્ની ના સમર્થનમાં નારેબાજી થઈ રહી હતી. એમના સમર્થકો એમના નામ સાથે નારા લગાવી રહ્યા હતા. જેના પર કોંગ્રેસ નેતા રજીયા સુલતાના નારાજ થઈ ગયા હતા. 

સ્ટેજ ઉપરથી જ તેણે માહોલ ખરાબ કરનારાને બાહર જતા રહેવાની હાંકલ કરી હતી, પરંતુ એના પછી પણ વિવાદની સ્થિતિ યથાવત્ રહી હતી.  સુલતાના એ કહ્યું કે, કેટલાક લોકો પાર્ટીનો માહોલ ખરાબ કરી રહ્યા છે. જે યોગ્ય નથી. જે લોકો પાર્ટીનો માહોલ ખરાબ કરી રહ્યા છે એમને બાહર કરી દેવા જોઈએ. કોઈ પણ નેતાને પાર્ટીનો માહોલ ખરાબ કરવા દેવાની મંજૂરી નથી આપવામાં આવી. 

મોટી જીતનો દાવો કર્યો

કાર્યકર્તાઓ પણ શિસ્તનું પાલન કરે, કેટલાક લોકો ઇરાદા પૂર્વક માહોલને ખરાબ કરી રહ્યા છે. આવા લોકો ખરાબ કરવાના જ પ્રયાસમાં હોય છે. આગામી વિધાસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પંજાબમાં મોટી જીત મેળવશે એવો દાવો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસનું સંગઠન મજબૂત છે અને જીત પણ થશે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રુપપ્રિઝમ ચાલી રહ્યું હોવાના દાવાને નકારતા સુલતાના એ આવી વાતને વ્યર્થ ગણાવી હતી. 

પંજાબ કોંગ્રેસ સંગઠિત છે અને મજબૂત થઈ રહી છે અને મજબૂત થઈ રહી છે એવો દાવો કર્યો હતો.ચન્ની સમર્થક જૂથ સાથે મોટી સંખ્યામાં નેતાઓની બેઠકને કારણે પંજાબ કોંગ્રેસની આંતરિક રાજનીતિ ફરી ચર્ચામાં આવી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું કોંગ્રેસ હાઈકમાન્ડ આ મતભેદોને શાંત કરી શકશે કે પંજાબમાં જૂથવાદ વધુ ઊંડો જશે?