Fri Apr 17 2026

Logo
ગુજરાત બજેટ 2026

ગુજરાત બજેટમાં કોને શું મળ્યું? કઈ થઈ જાહેરાતો, જાણો એક ક્લિકમાં

1 month ago
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું હતું. આજે રજૂ થયેલું બજેટ રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું બજેટ હતું.  ₹4,08,053 કરોડનું ઐતિહાસિક બજેટ નાણાં પ્રધાને રજૂ કર્યું હતું. આવો જાણીએ બજેટમાં કોને શું મળ્યું.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹૭૦૮૬ કરોડની જોગવાઇ

•    પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે ૯ લાખ ૭૫ હજાર વિદ્યાર્થીઓ માટે ₹૬૩૦ કરોડની જોગવાઇ.

•    પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિના અંદાજે ૩૬ લાખ વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા ₹૬૧૭ કરોડની જોગવાઇ.

•    અનુસૂચિત જાતિના આશરે ૧ લાખ ૪૫ હજાર વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રીક શિષ્‍યવૃત્તિ યોજના માટે ₹૨૯૬ કરોડની જોગવાઇ.

•    વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્‍ચ અભ્યાસ અર્થે ૪ ટકાના દરે વ્યક્તિદીઠ ₹૧૫ લાખ સુધીની લોન આપવા ₹૧૩૫ કરોડની જોગવાઇ.

•    સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગની ૧ લાખ ૫૯ હજાર વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા ₹૭૩ કરોડની જોગવાઇ.

•    ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અંદાજે ૧ લાખ ૭૦ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ₹૨૪ કરોડની જોગવાઇ. 

•    અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટેની આદર્શ નિવાસી શાળાઓ પૈકી ૦૫ શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો ચાલુ કરવા તથા અત્યાધુનિક લેબોરેટરી સ્થાપવામાં આવશે. 

•    દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના તેમજ વિવિધ આર્થિક સહાય યોજના હેઠળ કુલ ₹૨૪૯ કરોડની જોગવાઇ.

•    નિરાધાર બાળકો માટેની પાલક માતા-પિતા યોજના હેઠળ ₹૮૩ કરોડની જોગવાઇ.

•    દિવ્યાંગજનોને મોટરાઇઝડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા ₹૬૦ કરોડની જોગવાઇ.

•    રાજ્યના ૩૪ જિલ્લાઓમાં નશામુક્તિ સેન્‍ટર અને રાજ્ય કક્ષાએ સ્ટેટ સેલ સ્થાપવા ₹૧૫ કરોડની જોગવાઇ.

•    બૌદ્ધિક અસમર્થતા, ઓટીઝમ દિવ્યાંગતા ક્ષેત્રે ડે-કેર તથા રહેણાકની સુવિધા સાથે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા માટે ₹૬ કરોડની જોગવાઇ. 

•    અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓ નિગમો હેઠળ ચાલતી શૈક્ષણિક લોન તથા સ્વરોજગારલક્ષી લોન યોજનાના તથા દિવ્યાંગજનો માટે ચાલતી સ્વરોજગાર યોજનાના કુલ ૧૯ હજાર લાભાર્થીઓ માટે ₹૭૯૩ કરોડની જોગવાઇ. 

•    અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને બેન્‍ક મારફતે વાહન, સ્વરોજગારી તેમજ ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર ૬ ટકા સબસિડી આપવા ₹૨૫ કરોડની જોગવાઇ.

•    આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી-વિમુક્ત જાતિઓના અંદાજિત ૨૪ હજારથી વધુ લાભાર્થીઓને મકાન સહાય માટે ₹૩૭૫ કરોડની જોગવાઇ.

•    અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના આશરે ૫૩ હજાર લાભાર્થીઓને મળતી મફત (પોષણ) તબીબી સહાય યોજના અંતર્ગત ₹૧૪૩ કરોડની જોગવાઇ.

આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૪૨૫ કરોડની જોગવાઇ

•    અંદાજે ૨ લાખ ૩૫ હજાર વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ આપવા ₹૯૦૯ કરોડની જોગવાઇ.

•    ૬૬૫ આશ્રમ શાળાઓના ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹૫૯૫ કરોડની જોગવાઇ. 

•    સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹૬૭૯ કરોડની જોગવાઇ.

•    ૧૭૬ સરકારી કુમાર-કન્યા છાત્રાલયો અને ૮૯૩ ગ્રાન્ટ ઈન એઈડ એમ કુલ ૧૦૬૯ છાત્રાલયોના ૭૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹૩૨૭ કરોડની જોગવાઇ.

•    ૧૦ ઈ.એમ.આર.એસ., ૪૩ જી.એલ.આર.એસ., ૧૨ મોડેલ શાળાઓ તથા ૨ સૈનિક શાળાઓના અંદાજે ૨૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે ₹૨૦૪ કરોડની જોગવાઇ. 

•    પ્રિ-મેટ્રિકના કુલ ૧૧ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા 
₹૧૩૮ કરોડની જોગવાઇ.

•    ૭૪ આદર્શ નિવાસી શાળાઓના અંદાજે ૧૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે 
₹૧૩૪ કરોડની જોગવાઇ.

•    ધો. ૧ થી ૮ ના અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹૯૮ કરોડની જોગવાઇ.

•    નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે બિરસામુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે 
₹૩૪ કરોડની જોગવાઇ.

•    અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે ₹૨૬ કરોડની જોગવાઇ.

•    આદિજાતિ વ્યકિતઓને જાતિ પ્રમાણપત્રના માન્યતા પ્રમાણપત્ર ઝડપથી મળી રહે તે માટે વિભાગીય વિશ્લેષણ સમિતિનું વિસ્તૃતિકરણ અને સુદ્રઢિકરણ કરવાનું આયોજન.
 
•    મુખ્યમંત્રી આદિમજૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૨૫ કરોડની જોગવાઇ.

•    મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના માટે ₹૧૧૧ કરોડની જોગવાઇ.

•    મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૦૦ કરોડની જોગવાઇ. 

•    સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ ₹૬૫ કરોડની જોગવાઇ.

•    કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે ₹૪૨ કરોડની જોગવાઇ.

•    અનુસૂચિત જનજાતિના પરિવારો માટે આજીવિકા ઉપાર્જન કરવા ₹૪૦ કરોડની જોગવાઇ.

•    આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય માટે ₹૩૦ કરોડની જોગવાઇ. 

•    રવિ ઋતુ માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના માટે ₹૨૫ કરોડની જોગવાઇ. 

•    આદિજાતિ વિસ્તારના ગામોમાં મોબાઇલ કનેક્ટીવીટી સુદ્રઢ કરવા નવા મોબાઇલ ટાવર ઉભા કરવા ₹૨૫ કરોડની જોગવાઇ.

•    યુવક-યુવતીઓને વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર મારફતે રોજગારલક્ષી તાલીમ માટે 
₹૧૨ કરોડની જોગવાઇ.

•    ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.

•    દૂધ સંજીવની યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.

•    વ્યકિતગત આવાસ યોજના અંતર્ગત ₹૧૪૬ કરોડની જોગવાઇ. 

•    આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના તબીબોને સ્પેશ્યાલિટી/મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ/જનરલ નર્સિંગ હોમ/ડિસ્પેન્સરી શરૂ કરવા માટેની સ્વાસ્થ્ય સહાય યોજના માટે કુલ ₹૨૨ કરોડની જોગવાઇ.

•    કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના માટે ₹૧૪ કરોડની જોગવાઇ.

શિક્ષણ વિભાગ માટે કુલ ₹૬૩૧૮૪ કરોડની જોગવાઇ  

•    મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે ₹૩૦૫૫ કરોડની જોગવાઇ.

•    નમો લક્ષ્મી યોજના માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઇ.

•    રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹૮૨૭ કરોડની જોગવાઇ.

•    મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે ₹૫૯૮ કરોડની જોગવાઇ.

•    પી.એમ. પોષણ યોજના અંતર્ગત ૭૪ તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. જેના માટે ₹૫૫૨ કરોડની જોગવાઇ.

•    સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા આર.એમ.એસ.એ. શાળાઓ, મોડેલ અને મોડેલ ડે સ્કૂલના બાંધકામ, રીપેરીંગ, રીનોવેશન તેમજ વધારાના બાંધકામ માટે ₹૩૪૨ કરોડની જોગવાઇ.

•    નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે ૨ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૨૫૦ કરોડની જોગવાઇ.

•    જ્ઞાનશક્તિ રેસિડેન્‍શીયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ માટે ₹૨૨૩ કરોડની જોગવાઇ.

•    એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે ૧૩ લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન યોજના માટે ₹૨૨૩ કરોડની જોગવાઇ.

•    ૩૧ હજાર ૭૯૦ શાળાઓને સ્વચ્છતા સહાયમાં બમણો વધારો કરતા ₹૧૩૫ કરોડની જોગવાઇ.

•    ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં એક જ કેમ્પસમાં બાલવાટિકાથી ધોરણ-૧૦ સુધીનું શિક્ષણ પૂરું પાડવા સંકલિત શાળાઓના નવા બાંધકામ માટે ₹૧૨૦ કરોડની જોગવાઇ.

•    પ્રાથમિક શાળાના અંદાજે ૫૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹૧૧૯ કરોડની જોગવાઇ.

•    પી.એમ.શ્રી યોજનામાં સમાવિષ્ટ ૯૨૬ શાળાઓ માટે કુલ ₹૧૧૪ કરોડની જોગવાઇ.

•    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે ૧૮ લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹૧૧૨ કરોડની જોગવાઇ.

•    મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ અંદાજે ૧ લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.

•    દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ સુવિધા અને સેન્સરી પાર્ક માટે કુલ ₹૯૧ કરોડની જોગવાઇ.

•    સરકારી શાળાઓની ધોરણ-૬ થી ૧૨માં અભ્યાસ કરતી અંદાજિત ૯ લાખ ૭૨ હજાર દીકરીઓને સેનેટરી નેપકીન પૂરા પાડવા ₹૪૭ કરોડની જોગવાઇ.

•    પી.એમ. પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઇઝડ કિચનમાં સમાવિષ્ટ ન હોય તેવી શાળાઓના રસોડામાં વાસણો પૂરા પાડવા ₹૩૨ કરોડની જોગવાઇ.

•    રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા અને આશરે ૧૩૨૮ વિદ્યાર્થીઓને લાભ આપવા 
₹૧૮ કરોડની જોગવાઇ.

•    ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અંતર્ગત સંસ્કૃત નવાચાર યોજના માટે જોગવાઇ.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹૨૯૦૨ કરોડની જોગવાઇ

•    નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન અંતર્ગત વિકસિત ગુજરાત માટે 
₹૨૨૬ કરોડની જોગવાઇ.

•    શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.

•    પી. એમ. સેતુ યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.

•    શ્રમિક બસેરા યોજના માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ.

•    રાજ્યની વિવિધ ૧૬ આઈ.ટી.આઈ.ની નવી બિલ્ડીંગના બાંધકામ માટે ₹૯૭ કરોડની જોગવાઇ. 

•    સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં જરૂરી યંત્ર સામગ્રીઓ પૂરી પાડવા 
₹૮૪ કરોડની જોગવાઇ.

•    વિવિધ આઈ.ટી.આઈ.માં માળખાકીય સુવિધા વધારવા તેમજ હયાત આઈ.ટી.આઈ. માં ફાયર સેફ્ટીની સુવિધા માટે ₹૬૪ કરોડની જોગવાઇ.

•    ધન્વંતરિ આરોગ્ય રથ યોજના હેઠળ કુલ ₹૬૦ કરોડની જોગવાઇ.

•    "નમો કૌશલ્ય લક્ષ્મી યોજના" અંતર્ગત ₹૪૦ કરોડની જોગવાઇ.

•    રાજ્યની તમામ સરકારી ITIના ૧ લાખ ૫૦ હજાર તાલીમાર્થીઓને દર વર્ષે 
૨ યુનિફોર્મ માટે DBTથી સહાય કરવા ₹૩૦ કરોડની જોગવાઇ.

•    મીઠાના અગરિયાઓને આધારકાર્ડ આધારિત યુનિક નંબર સાથેનું આવાસ ફાળવવા ₹૨૫ કરોડની જોગવાઇ.

•    સામૂહિક જનતા જૂથ અકસ્માત વીમા યોજના અન્‍વયે બાંધકામ શ્રમયોગીઓને આકસ્મિક મૃત્યુ માટે ₹૫ લાખની સહાય આપવા ₹૧૨ કરોડની જોગવાઇ.

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
    
•    મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૪૦૦ કરોડની જોગવાઇ.

    •    ૧૬ નવી સરકારી કોલેજો શરૂ કરવા, કાર્યરત ૨૦ કોલેજોના બાંધકામ માટે તેમજ ૮ કાર્યરત કોલેજોમાં વધારાનો નવો પ્રવાહ શરૂ કરવા ₹૧૨૬ કરોડની જોગવાઇ.

    •    સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટસને લગતી સુવિધાઓના વિકાસ માટે ₹૯૬ કરોડની જોગવાઇ.

    •    i-Hub, અમદાવાદ અને i-Hub ના ચાર પ્રાદેશિક કેન્દ્રો ખાતે વિવિધ કામગીરી માટે ₹૮૦ કરોડની જોગવાઇ.

    •    સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે ભૌતિક સંસાધનો, વિવિધ આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક સોફ્ટવેર પૂરા પાડવા માટે ₹૬૭ કરોડની જોગવાઇ.

    •    એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે હોસ્ટેલ કેમ્પસના વિકાસ માટે બોયઝ હોસ્ટેલના બે નવા બ્લોકના બાંધકામ માટે ₹૫૧ કરોડની જોગવાઇ.

    •    એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કના બાંધકામ માટે ₹૫૧ કરોડની જોગવાઇ.

    •    ઉચ્ચ શિક્ષણની ૧૩૬ સરકારી કોલેજોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરી મરામત, જાળવણી અને સંરક્ષણ સંબંધિત કામગીરી માટે કુલ ₹૪૬ કરોડની જોગવાઇ.

    •    સ્ટુડન્‍ટ સ્ટાર્ટઅપ એન્‍ડ ઇનોવેશન પોલિસી ૨.૦ માટે ₹૪૫ કરોડની જોગવાઇ.

    •    મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવા ₹૪૫ કરોડની જોગવાઇ.

    •    કૌશલ્ય સહાય સ્કીમ હેઠળ ઇન્ટર્નશિપ માટે અંદાજિત ૨ લાખ ૧૨ હજાર વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન આપવા ₹૪૩ કરોડની જોગવાઇ. 

    •    એલ.ઇ. કોલેજ, મોરબી ખાતે માળખાકીય સુવિધાઓ, લેબોરેટરીઝના અપગ્રેડેશન, નવા કોર્સીસ શરૂ કરવા અને સંસ્થાને ઓટોનોમસ દરજ્જો આપવા માટે ₹૩૫ કરોડની જોગવાઇ.

    •    રાજકોટ ખાતે એન.સી.સી. લીડરશીપ એકેડેમીના બાંધકામ માટે ₹૩૧ કરોડની જોગવાઇ.

    •    રાજ્યની યુનિવર્સિટીમાં વાઇલ્ડ લાઇફ લર્નિંગ એક્સટેન્શન, એડવાન્સ મટીરિયલ સેન્ટર, સેમી કન્ડકટર, હેરીટેજ, આર્કિયોલોજી, લાઇફ લોન્ગ લર્નિંગ જેવા અભ્યાસક્રમો શરૂ કરવા ₹૨૮ કરોડની જોગવાઇ.

    •    ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની કોલેજોમાં અભ્યાસ કરતા ૧૯ લાખ ૮૪ હજાર વિદ્યાર્થીઓને યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ માટે આયોજન. 

    •    ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાથે જોડી Industry-ready બનાવવા માટે જોગવાઇ.

    •    ગુજરાત નેવલ યુનિટ, ભાવનગર ખાતે બોટ હાઉસના નિર્માણ માટે જોગવાઇ.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹૨૫૪૦૩ કરોડની જોગવાઇ


     
•    પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે ૨ કરોડ ૭૨ લાખ લોકોને ₹૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹૩૪૭૨ કરોડની જોગવાઇ.

•    G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹૧૮૫૧ કરોડની જોગવાઇ.

•    આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹૫૦૨ કરોડની જોગવાઇ.

•    અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹૨૮૫૬ કરોડની જોગવાઇ

•    ૭૫ લાખ NFSA કાર્ડધારકોને અન્ન સુરક્ષાની સાથોસાથ પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે કઠોળના વિતરણ માટે ₹૮૪૨ કરોડની જોગવાઇ.
 
•    NFSA કાર્ડધારકોને યોજના મુજબ અન્ન પૂરું પાડવા ₹૭૦૦ કરોડની જોગવાઇ. 

•    “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” અને “પીએનજી/ એલપીજી સહાય યોજના” અંતર્ગત વર્ષમાં ૨ સિલિન્ડર વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવા માટે ₹૪૨૫ કરોડની જોગવાઇ.

•    રાજ્યના ૮ લાખ અંત્યોદય તથા ૨૪ લાખ બીપીએલ એમ મળી કુલ ૩૨ લાખ લાભાર્થી કુટુંબોને દર માસે રાહતદરે ખાંડના વિતરણ માટે ₹૨૦૮ કરોડની જોગવાઇ. 

•    NFSA તથા NON-NFSA હેઠળનાં BPL લાભાર્થીઓને જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર નિમિત્તે કુટુંબ દીઠ ₹૧૦૦ પ્રતિ લીટરના રાહતભાવે સિંગતેલના વિતરણ માટે ₹૧૧૭ કરોડની જોગવાઇ. 

•    વાજબી ભાવના દુકાન સંચાલકોને હાલ મળતાં કમિશનમાં વધારો કરીને ₹૧૮૫ પ્રતિ ક્વિન્‍ટલ કરવા માટે ₹૬૭ કરોડની જોગવાઇ. 

•    ૭૫ લાખ NFSA લાભાર્થી કુટુંબોને કાર્ડદીઠ ૧ કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું ₹૧ પ્રતિ કિ.ગ્રા.ના અત્યંત રાહતદરે વિતરણ માટે ₹૫૯ કરોડની જોગવાઇ.

•    શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગી(નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસની જોગવાઇ. 

•    કાનૂની માપવિજ્ઞાન તંત્ર માટે કુલ ૬૭ જેટલા વર્કીંગ સ્ટાન્ડર્ડ લેબોરેટરીના સાધનોની ખરીદી માટે ₹૨૮ કરોડની જોગવાઇ. 

•    NFSA લાભાર્થીઓને અન્ન પુરવઠો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા દિઠ એક વાજબી ભાવની દુકાન પર પ્રાયોગિક ધોરણે “Automatic Grain Dispensing Machine-અન્નપૂર્તિ” કાર્યરત કરવા માટેનું આયોજન.

•    સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા ₹૨૦૦ કરોડની જોગવાઇ.

•    ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે ₹૧૮૬ કરોડની જોગવાઇ.

•    યુ.એન.મહેતા ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે ₹૧૬૭ કરોડની જોગવાઇ.

•    ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્‍સ્ટિટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે ₹૧૫૩ કરોડની જોગવાઇ.

•    પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે એક હજાર બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે ₹૯૦ કરોડની જોગવાઇ.

•    છ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઇ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા ₹૬૦ કરોડની જોગવાઇ.

•    અમદાવાદ ખાતે ન્યુરો, ઓર્થો, સ્પોર્ટસ ઇન્જરી રીહેબીલીટેશન સેન્ટર, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્‍સ્ટિટ્યૂટ ખાતે ચાલતી ફિઝિયોથેરાપી, ઓર્થોટીક અને પ્રોસ્થેટીક, ઓકયુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી કોલેજો તેમજ હોસ્ટેલ માટે ₹૫૮ કરોડની જોગવાઇ.

•    નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે સ્ટાફ કવાટર્સનું બાંધકામ કરવા ₹૫૩ કરોડની જોગવાઇ.

•    સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે હોસ્ટેલનું બાંધકામ કરવા ₹૪૧ કરોડની જોગવાઇ. 

•    જિલ્લા/પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરની સ્થાપના માટે તબીબી ઉપકરણો વસાવવા ₹૩૬ કરોડની જોગવાઇ.

•    અમદાવાદ ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્ટેલ અને મેસના મકાન માટે ₹૩૫ કરોડની જોગવાઇ.

•    ટી.બી.ના દર્દીઓને "Ready to Eat Nutritious snacks" આપવા ₹૩૦ કરોડની જોગવાઇ.

•    વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લાના ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ₹૨૮ કરોડની જોગવાઇ.

•    જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના હોસ્પિટલ તથા હોસ્ટેલ બિલ્ડીંગ માટે ₹૨૬ કરોડની જોગવાઇ.

•    “હોમ બેઝ્ડ કેર ફોર યંગ ચાઇલ્ડ" યોજના માટે ₹૨૨ કરોડની જોગવાઇ.

•    ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, સુરત માટે ₹૧૭ કરોડની જોગવાઇ.

•    માતૃબાળ કલ્યાણ સેવાઓ સુદ્રઢ કરવા ૨૫૦ ખિલખિલાટ વાન ખરીદવા 
₹૧૬ કરોડની જોગવાઇ.

•    સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના બાળકોને આરોગ્ય કાર્ડ આપવાનું આયોજન.

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૭૬૯૦ કરોડની જોગવાઇ

GYANના ચાર આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા, આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. 

•    ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય માટે ₹૨૮૪૮ કરોડની જોગવાઇ.

•    આંગણવાડી કાર્યકર/તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનોના માનદવેતન માટે ₹૧૧૨૮ કરોડની જોગવાઇ.

•    પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા ₹૯૭૨ કરોડની જોગવાઇ.

•    પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણનાં પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનના પ્રમાણમાં સુધારો થાય તે માટે પૂર્ણા શક્તિના પેકેટ આપવા 
₹૩૬૨ કરોડની જોગવાઇ.

•    બે હજાર આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે ₹૩૬૦ કરોડની જોગવાઇ.

•    મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો દાળ અને એક લિટર ખાદ્યતેલ આપવા માટે ₹૨૮૪ કરોડની જોગવાઇ.

•    વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ₹૨૪૫ કરોડની જોગવાઇ.

•    દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફોર્ટીફાઇડ દૂધ આપવા ₹૨૦૫ કરોડની જોગવાઇ.

•    પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાઓના ૧૦૬ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસીડ અને કેલ્શિયમની દવા આપવા માટે ₹૮૭ કરોડની જોગવાઇ.

•    “પોષણ સંગમ કાર્યક્રમ" માટે ₹૧૬ કરોડની જોગવાઇ.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹૨૦૦૬ કરોડની જોગવાઇ

રમતગમત ક્ષેત્રે ₹૧૩૩૧ કરોડની જોગવાઇ

•    અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને SVP સ્પોર્ટસ એન્ક્લેવના વિકાસ માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ. 

•    વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના ઇન્‍ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹૧૬૫ કરોડની જોગવાઇ.

•    અમદાવાદ-ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹૧૦૧ કરોડની જોગવાઇ.

•    કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.

•    ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના નિર્માણ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.

•    વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડીયમના નિર્માણ માટે ₹૯૦ કરોડની જોગવાઇ.

પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹૨૨૬ કરોડની જોગવાઇ

•    રાજ્ય રક્ષિત પુરાતત્વીય સ્મારકોના વિકાસ અને સંરક્ષણ માટે ₹૫ કરોડની જોગવાઇ.

ગ્રંથાલયો માટે ₹૧૮૨ કરોડની જોગવાઇ

•    જિલ્લા તથા તાલુકા ગ્રંથાલયોના નિર્માણ માટે ₹૧૨૮ કરોડની જોગવાઇ.

•    ૪ સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયોના વિકાસ માટેનું આયોજન છે. 

•    નવરચિત ૧૭ તાલુકા મથકો ખાતે નવા ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન છે.
 
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી

•    ગુજરાતની ધરોહરને ઉજાગર કરવા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે ₹૮ કરોડની જોગવાઇ.

•    નિયામકશ્રી, અભિલેખાગાર હસ્તકની કચેરીઓના આર્કાઇવલ રેકર્ડના સંરક્ષણ અને પુન: સ્થાપન માટે ₹૩ કરોડની જોગવાઇ.