મુંબઈઃ રામચરણ અને જાહ્નવી કપૂરની ફિલ્મ પેદ્દી રિલીઝ પહેલા એના પ્રમોશનથી ચર્ચામાં છે. આ ફિલ્મની ગ્લેમરસ એક્ટ્રેસ જાહ્નવીને લઈને ઘણા સિનિયર કલાકારો પણ પોતાની વાત મૂકી રહ્યા છે. પણ સૌથી વધારે ચર્ચા આ ફિલ્મમાં જાહ્નવીએ આપેલા કેટલાક સીનને લઈને થઈ રહી છે. ફિલ્મની સમગ્ર થીમ ગ્રામિણ ભારતને લઈને છે અને આ જ થીમ અંતર્ગત જાહ્નવી ગામડાંની છોકરીનું પાત્ર પ્લે કરી રહી છે. ફેન્સ જાહ્નવીના સીનને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, પણ ફિલ્મમેકર બુચીબાબુએ જાહ્નવીના સીનને લઈને માફી પણ માગી છે. હવે વાત એ સામે આવી રહી છે કે, જાહ્નવીના કેટલાક સીન પર આખરે કાતર ફરી ચૂકી છે.
શું છે આખો મામલો?
સાઉથ સ્ટાર રામ ચરણ અને જાહ્નવી કપૂરને ચમકાવતી ફિલ્મ પેદ્દી સિનેમાઘરમાં ધમાલ મચાવી રહી છે. 5 જ દિવસમાં આ ફિલ્મે વર્લ્ડવાઈડ 250 કરોડ રૂપિયાની કમાણી કરીને બોક્સઓફિસની તિજોરી છલકાવી છે.ફિલ્મમાં જાહ્નવી કપૂરના કેટલાક સીન ચર્ચાનો વિષય બન્યા હતા. જાહ્નવી પર ફોક્સડ કેટલાક સીન શૂટ કરવામાં આવ્યા છે એ પછી અમુક લોકો એક્ટ્રેસ અને ફિલ્મમેકર્સને ટાર્ગેટ કરી રહ્યા છે.
ફિલ્મનિર્માતા બુચીબાબુએ ફિલ્મના સીનને લઈને થયેલા વિવાદ અંગે દિલ ખોલીને વાત કરી હતી.મારા હિસાબથી ઘણા લોકોએ જાહ્નવીના એ સીનને સારી સ્ટોરીમાં બિનજરૂરી પાત્ર જેમ સમજી લીધુ.મેં આ ફિલ્મમાં સ્ટોરી કહેવા માટે થોડો અલગ અને બોલ્ડ કહી શકાય એવો પ્રયોગ કર્યો છે.

આ સીનને લઈને ડખો થયો
પેદ્દી એક દૂરના પહાડી વિસ્તારમાંથી આવે છે.હું એ પાત્રને અસલી,નક્કોર અને રૉ હોય એવી રીતે રજૂ કરવા માગતો હતો, આ પછી હું સીન સંબંધીત થોડી બ્રેક પણ મારવા માગતો હતો, આવું એટલા માટે કારણ કે, તે જ આ પ્રકારના માહોલમાંથી ઉછરીને ઊભો થયો છે. હું માનું છું કે, જાહ્નવીના એ સીન પર થોડી ભૂલ હતી પણ હવે એ ભૂલ સુધરી ગઈ છે.
આ પ્રક્રિયામાં કેટલાક એવા શોટ હતા જેમાં ગડબડ થઈ ગઈ હતી.હવે એ તમામ સીનને દૂર કરી દેવામાં આવ્યા છે. પેદ્દીમાં જાહ્નવીના સીનને લઈને બબાલ થઈ ગઈ હતી.ફેન્સ જ નહીં ઘણા સેલેબ્સ પણ આ સીનથી નારાજ હતા.આ પછી ફિલ્મ મેકરે આ સીન ફિલ્મમાંથી જ કાઢી નાખ્યા.એવું ફિલ્મ નિર્માતાએ કહ્યું હતું. જાહ્નવીને જરૂરિયાત કરતા વધારે સેક્સ્યુઅલ અંદાજમાં દેખાડવા પર ડખો થયો હતો.આ મુદ્દે ડાયરેક્ટરે પોતાના સોશિયલ મીડીયા પર ચોખવટ કરી હતી.

શું હતી ડાયરેક્ટરની ચોખવટ?
એક ફિલ્મમેકરના હિસાબથી હું એવું માનું છું કે,સિનેમાનો અર્થ હંમેશા દર્શકોનું મનોરંજન કરવાનો છે.આનાથી કોઈને અપમાનિત કરવાનો કે કોઈને અસહજ મહેસૂસ કરાવવાનો નથી.પેદ્દી ફિલ્મને લઈને મળી રહેલી કેટલીક પ્રતિક્રિયા જાણી અને ગંભીરતાથી લીધી. મારા મનમાં હંમેશા માટે સ્ત્રોઓનું સન્માન રહ્યું છે એ પછી તે સ્ક્રિન પર હોય કે ઓફ સ્ક્રિન.
અમારો હેતું કોઈપણ મહિલાને કે મહિલાના પાત્રને કોઈ ઓબ્જેક્ટ તરીકે કે વસ્તુ તરીકે દેખાડીને અપમાન કરવાનો બિલકુલ નથી હોતો. ફિલ્મના એ સીનને લઈને જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે એને ગંભીરતાથી લીધી છે. આ મુદ્દે ઈમાનદારીથી માફી માગુ છું. દર્શકો પાસેથી મળેલી પ્રતિક્રિયાને ધ્યાને લઈને અમે સંબંધિત ભાગમાં ફેરફાર કરી દેવાનો નિર્ણય લીધો છે.