મુંબઈઃ કોમેડી, નેગેટિવ અને ઈમોશનલ રોલ પ્લે કરીને યુનિવર્સલ કલાકાર તરીકેની છાપ ઊભી કરનારા પરેશ રાવલે ફિલ્મ 'ધુરંધુર'ને લઈને પ્રતિક્રિયા આપી છે. 'ધુરંધર-ધ રીવેન્જ' ફિલ્મે 1000 કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ પર પૈસાની સુનામી બોલાવી દીધી છે. પરેશ રાવલે આ ફિલ્મા ખૂબ વખાણ કર્યા છે. આ સાથે એક અફસોસ પણ વ્યક્ત કર્યો હતો કે, કાશ આ ફિલ્મ સાઈ કરી લીધી હોત તો...
કાશ આ ફિલ્મમાં હું હોત તો..
પરેશ રાવલે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ અંગે મને કામ કરવું ગમે એવું હતું, હું આ પ્રોજેક્ટનો એક ભાગ હોત તો મને ઘણું સારૂ લાગત. આ ફિલ્મ કરતા આખી ફ્રેન્ચાઈઝી ખૂબ વધારે મહત્ત્વ ધરાવે છે. મેં 'ધુરંધર' અને 'ધુરંધર-ધી રીવેન્જ' બન્ને ફિલ્મ જોઈ છે. બીજી ફરીવાર ફરી તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ જોવા માટે જવું છે. મારે આ ફિલ્મમાં કામ કરવું જોઈએ એમ હતું. મને 'ધુરંઘર' ફિલ્મ ખૂબ ગમી, આ માત્ર એક ફિલ્મ નથી પણ એક સાગા છે. પહેલાવાર મને એવું લાગ્યું કે, મારે આ ફિલ્મનો એક ભાગ હોવું જોઈતું હતું. જીવનમાં પહેલીવાર મને એવું થયું કે, હું આ ફિલ્મમાં હોત તો ઘણું સારૂ હોત.

સોશિયલ મીડિયા પર મજાક કરી
આ પહેલા પરેશ રાવતે આદિત્ય ધરની જ ફિલ્મ 'ઉરી'માં એક મોટો રોલ પ્લે કર્યો હતો. NSA ગોવિંદ ભારદ્વાજની ભૂમિકા પ્લે કરી હતી. આ પાત્ર પણ અજીત ડોભાલથી પ્રેરીત હતું.રસપ્રદ વાત એ છે કે, 'ધુરંધર' ફિલ્મમાં પણ અજીત ડોભાલથી પ્રેરીત એક પાત્ર તો છે જ. આર. માધવને આ ભૂમિકા સારી રીતે ભજવી હતી.એક જેવા પાત્રના બે અલગ અલગ મતલબ જોવાની મજા આવી. 'ઉરી' ફિલ્મમાં એના રોલના પણ વખાણ થયા હતા. આ પહેલા તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, 'ઉરી'માં અજીત ડોભાલના રોલમાં મને પરેશ રાવલ વધારે પસંદ પડ્યા છે. બસ, તે ફિલ્મમાં સ્મોક નથી કરતા.
આ ફિલ્મે કમાણી મામલે ઈતિહાસ બનાવ્યો
મજાક કરતા આ પોસ્ટને લઈને તેમણે લખ્યું હતું કે, તે સ્મોક નથી કરતો પણ ફોન તોડી નાંખે છે. 'ધુરંધર 2' ફિલ્મે માત્ર 3 અઠવાડિયામાં 1 હજાર કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે એનું વર્લ્ડવાઈડ ક્લેક્શન 1622 કરોડથી વધારે છે. આ ફિલ્મના દરેક પાત્રના જોરશોરથી વખાણ થઈ રહ્યા છે. રિલીઝના એક મહિનાની અંદર જ આ ફિલ્મે એવો પરાક્રમ કરી બતાવ્યો છે જે બોલીવુડના મોટા ગજાના સુપરસ્ટારોની ફિલ્મો પણ આજ સુધી કરી શકી નથી. આ ફિલ્મ હવે ભારતીય સિનેમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહી છે. ભારતીય સિનેમામાં અત્યાર સુધી માત્ર બે જ ફિલ્મોએ ભારતની અંદર 1000 કરોડથી વધુનું નેટ કલેક્શન કર્યું હતું, જેમાં અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' અને એસ.એસ. રાજામૌલીની 'બાહુબલી 2' નો સમાવેશ થાય છે.