Mon May 18 2026

Logo

ભારત વિરુદ્ધ પાકિસ્તાને ચીન પાસે માગ્યા હતા પરમાણું હથિયાર, જિનપિંગે પાડી હતી ના, મોટો ખુલાસો

Islamabad   2026-05-18 12:35:00
Author: Vimal Prajapati
Article Image

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાંથી લીક થયેલા એક અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે, પાકિસ્તાને ભારત વિરુદ્ધ ચીન પાસે પરમાણુ (ન્યૂક્લિયર) હથિયારો માંગ્યા હતા, પરંતુ ચીને તે આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. પાકિસ્તાનના એક લીક થયેલા ડિપ્લોમેટિક કેબલ (ગુપ્ત દસ્તાવેજ)માં ઘણા મોટા ખુલાસા થયા છે, જેમાં ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવામાં અમેરિકાની ભૂમિકા, 2019માં અસીમ મુનીરનો ગુપ્ત ઈરાન પ્રવાસ અને ભારત વિરુદ્ધ પાકિસ્તાનના ન્યૂક્લિયર ટ્રાયડ (જમીન, હવા અને સમુદ્ર ત્રણેય મોરચે પરમાણુ ક્ષમતા) ને પૂર્ણ કરવા માટે ચીન પાસે મદદ માંગવાનો ખુલાસો સામેલ છે. આ લીક થયેલા કેબલે વૈશ્વિક રાજનીતિમાં (જીઓ-પોલિટિક્સમાં) ભૂકંપ લાવી દીધો છે અને પાકિસ્તાનની બેવડી નીતિ (ડબલ ગેમ) નો પર્દાફાશ કર્યો છે.

ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરતી સંસ્થા 'ડ્રોપ સાઇટ' (Drop Site) એ તે મૂળ દસ્તાવેજ પ્રકાશિત કર્યો છે, જેનાથી આ મોટા મોટા ખુલાસા થઈ રહ્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને ચૂપચાપ ચીન પાસે 'સમુદ્રમાંથી લોન્ચ થઈ શકે તેવી ન્યૂક્લિયર સ્ટ્રાઈક ક્ષમતા' (પરમાણુ હુમલાની ક્ષમતા) વિકસાવવા માટે મદદ માંગી હતી. એટલે કે સબમરીનમાંથી લોન્ચ થઈ શકે તેવી પરમાણુ શક્તિ માટે મદદ માંગી હતી, પરંતુ ચીને પાકિસ્તાનને આ ટેકનોલોજી આપવાની ના પાડી દીધી હતી. આ કોઈ સામાન્ય લશ્કરી ટેકનોલોજી નહોતી, પરંતુ કોઈપણ પરમાણુ સત્તાની સૌથી સંવેદનશીલ અને એડવાન્સ ડેટરન્સ (પ્રતિકારક) ક્ષમતા માનવામાં આવે છે. ભારતના વ્યૂહાત્મક (રણનીતિક) વર્તુળોમાં આને ખૂબ જ ગંભીર સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાને ચીન પાસે માંગી હતી ભારત વિરુદ્ધ સેકન્ડ સ્ટ્રાઇક ક્ષમતા

પાકિસ્તાનમાંથી લીક થયેલા ગુપ્ત દસ્તાવેજ અનુસાર, પાકિસ્તાને ચીન પાસે સમુદ્ર-આધારિત પરમાણુ 'સેકન્ડ-સ્ટ્રાઈક' ક્ષમતા પૂરી પાડવા માટે કહ્યું હતું. જો કે, ચીને પાકિસ્તાનને આ સેકન્ડ-સ્ટ્રાઈક ક્ષમતા આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ વાટાઘાટોની જાણકારી રાખનારા સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની આ માંગણી બાદ ચીન એવા નિષ્કર્ષ (તારણ) પર પહોંચ્યું હતું કે સેકન્ડ-સ્ટ્રાઈક માટેની આ વિનંતી દક્ષિણ એશિયામાં પરમાણુ પ્રસાર (પરમાણુ હથિયારોના ફેલાવા) માં ચીનની સીધી ભાગીદારી સમાન ગણાશે. આથી, તે ચીનની પોતાની પરમાણુ અપ્રસાર પ્રતિબદ્ધતાઓ (Non-proliferation commitments) નું ઉલ્લંઘન હશે, જે ચીનને એવા આંતરરાષ્ટ્રીય પરિણામોના જોખમમાં મૂકી દેશે જે ગ્વાદર બંદરની વ્યૂહાત્મક સુવિધાના મહત્વ કરતાં ક્યાંય વધુ ગંભીર હશે.