Tue Aug 25 2026

Logo

ઓપન વોરની ઘોષણા બાદ પાકિસ્તાનના વડાપ્રધાને તાલિબાનને આપી ધમકી, જાણો શું છે સ્થિતિ...

Islamabad   2026-02-27 15:55:00
Author: Vimal Prajapati
ઓપન વોરની ઘોષણા બાદ પાકિસ્તાનના વડાપ્રધાને તાલિબાનને આપી ધમકી, જાણો શું છે સ્થિતિ...

ઈસ્લામાબાદ/કાબુલઃ અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કરીને 55 સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. જેથી પાકિસ્તાને પણ અફઘાનિસ્તાનના આર્મી કેમ્પ પર મોડી રાત્રે એર સ્ટ્રાઈક કરી હતી. જેના કારણે અત્યારે સ્થિતિ વધારે વિકટ બની છે. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાનના રક્ષા પ્રધાન દ્વારા તાલિબાન સાથે ઓપન યુદ્ધની ઘોષણા પણ કરી દીધી છે. અફઘાનિસ્તાને દાવો કર્યો હતો કે, તેમને પાકિસ્તાનના 55 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા અને 15 થી વધુ સૈનિકોને બંધક બનાવ્યાં હતાં.

પાકિસ્તાનને અફઘાનિસ્તાનને ભારતનું પ્રોક્સી ગણાવ્યું

અફઘાન તાલિબાને દાવો કર્યો હતો કે, તેમણે પાકિસ્તાનના અનેક આર્મી કેમ્પ પર કબ્જો મેળવી લીધો છે. જેથી પાકિસ્તાન બોખલાયું અને એરસ્ટ્રાઈક કરી હતી. મહત્વની વાત એ છે કે, પાકિસ્તાનને અફઘાનિસ્તાનને ભારતનું પ્રોક્સી ગણાવ્યું છે. અફઘાનિસ્તાન સાથે યુદ્ધની ઘોષણા વચ્ચે પાકિસ્તાન ભારતને પણ વચ્ચે લાવ્યું છે. અફઘાન પાકિસ્તાન પર બોર્ડર પર અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. કોઈ પણ સમયે મોટો હુમલો થઈ શકે છે.

આ હુમલા અંગે પાકિસ્તાનના પીએમ એ શું કહ્યું?

તાલિબાન દ્વારા કરવામાં આવેલા જવાબી હુમલાના કારણે પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ છે. આ અંગે પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, પાકિસ્તાન શાંતિ અને પોતાની સુરક્ષા મામલે કોઈ સમાધાન કરશે નહીં. પાકિસ્તાનની સશસ્ત્ર સેનાઓ તાલિબાનને જવાબ આપવા માટે તૈયાર છે. જે લોકો અમારા શાંતિ અમારી કમજોરી સમજે છે, તેમને કડક જવાબ આપવામાં આવશે અને કોઈ પણ બચી શકશે નહીં.

પાકિસ્તાન પીએમ શાહબાઝ શરીફે અફઘાનિસ્તાને ચેતવણી આપા

પાકિસ્તાન દ્વારા ઓપર વોરની જાહેરાત કરવામાં આવી અને હુમલાની તૈયારી કરવામાં આવી છે. તેવામાં હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા પણ અફઘાનિસ્તાને ચેતવણી આપવામાં આવી છે. કહ્યું કે, તાલિબાનની આક્રમકતાનો પાકિસ્તાન દ્વારા કડક જવાબ આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે અફઘાન તાલિબાનના 27 સૈન્ય ઠેકાણા નષ્ટ કરી દીધા છે. તો સામે અફઘાન તાલિબાન દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે પાકિસ્તાનના અનેક ફાઈટર જેટ ધ્વસ્ત કર્યા છે.