વોશિંગટનઃ AIને લઈ હવે ભવિષ્ય કેવું હશે અને ટેક્નોલોજી કઈ દિશામાં આગળ વધશે એને લઈ ટેક્નો નિષ્ણાંતોએ પોતાના મત વ્યક્ત કરવાના શરૂ કરી દીધા છે. પહેલા માઈક્રોસોફ્ટના સત્યા નડેલાએ AIને લઈને મત વ્યક્ત કર્યા બાદ હવે એનવીડિયા ચીપ નિર્માતા કંપનીના CEOએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. અનેક એવા એક્સપર્ટ એવું માની રહ્યા છે કે, AI માણસના અસ્તિત્વ સામે જોખમ ઊભું કરી દેશે. ખાસ કરીને નોકરીમાંથી હાથ ધોઈ નાંખવાના ભય તળે અનેક યુવાનો હવે ટેક્નોલોજી બાજું જતા પહેલા દસ વખત વિચાર કરી રહ્યા છે. આ માહોલ વચ્ચે હવે ચીપ નિર્માતા કંપનીના પાયનીયર વ્યક્તિએ આ વિષયને લઈ દિલ ખોલીને વાત કરી છે.
શું બોલ્યા ટેક્નોક્રેટ?
પોતાની એક મુલાકાત આપતા જેનસેન હ્યાંગે જણાવ્યું હતું કે, AIથી દુનિયા ખતમ થઈ જાય એવું કોઈ જોખમ અત્યારે ટેક્નોલોજીની દુનિયામાં નથી. આ AI ટેક્નોલોજી પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલવો જોઈએ. વર્ષ 2030 સુધીમાં કોઈ જ દુનિયાનો અંત થવાનો નથી અને માણસનું અસ્તિત્વ વિખાય જાય એવું થવાનું નથી. જેનસેને ઉમેર્યું કે,AIથી દુનિયા ખતમ થઈ જાય એ શક્યતાને હું ઝીરો માર્ક આપું છું AIને સુરક્ષિત રીતે મેનેજ કરવામાં આવે તો તે સારી એવી સિક્યોરિટી આપી શકે છે. હવે નોંધવાની વાત એવી છે કે, આ વાવડ એવા સમયે સામે આવ્યા છે જ્યારે ગૂગલ કંપનીની AI પ્રોડક્ટ ગૂગલ જેમિનીએ દુનિયાના કેટલાક મહત્ત્વના ડેટા ઓટોમેશન મોડ પરથી હેક કરી લીધા હતા. આ પછી જ્યારે કંપનીને આ વાતની જાણ થઈ એ પછી યુદ્ધના ધોરણે અલ્ગોરીધમ બદલી દેવામાં આવ્યા અને ફરીથી એ ડેટાને જે તે લિંક અનુસાર રિલીઝ કરાયા. જેથી જે તે સર્ચ લિંક પરથી ડેટા બગડે નહીં.
શું બોલ્યા ટેક્નોક્રેટ?
જેનસેને આગળ વાત કરતા કહ્યું હતું કે, AIને લઈને કેટલીક જે ટેકનિકલ મર્યાદા છે એ છે. પણ એને લઈ નવા કોઈ નિયમ ઘડવાની જરૂર નથી. આની મદદથી વિકાસની ગતિને વેગ આપવાની જરૂર છે. AI વિકાસની ભૂમિકા ભજવી શકે છે અને એક રોડમેગમાં બુસ્ટ લગાવી શકે એમ છે. એકવાત એ પણ ધ્યાન લેવા જેવી છે કે, AIને લઈ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ રીતે બાંધછોડ કરવામાં નહીં આવે. સુરક્ષાના ભોગે AI નક્કામુ છે. આનથી થતું ઉત્પાદન કે આઈટી પ્રોડક્ટ પણ વ્યર્થ છે જે સુરક્ષાને અવગણે છે કે ખોટી પાડે છે. સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કરે છે. અનસેફ પ્રોડક્ટ ક્યારેય માર્કેટમાં ઊતારવી જોઈએ જ નહીં. જે છે એને પણ દૂર કરી દેવી જોઈએ. AI ટેક્નોલોજી જે સ્પીડથી આગળ વધી રહી છે એને ધ્યાને લેતા હવે દિગ્ગજ કહેવાતી કંપનીના વડા મંતવ્યો આપી રહ્યા છે. પોતાનો મત વ્યક્ત કરતા AIની સારી નરસી બાબતોને સમજાવી રહ્યા છે. કારણ કે બેફામ રફ્તાર કરતા એનો વિવેકપૂર્ણ ઉપયોગ અનિવાર્ય છે.
વિરોધાભાસની પણ નોંધ લેવાઈ
આ પહેલા સત્યા નડેલાએ પણ કહ્યું કે, AI માણસ દ્વારા જ કંટ્રોલ થવું જોઈએ AI માણસો પર હાવી થાય એ દિશા સ્વીકાર્ય નથી. આવું થાય તો સમગ્ર માણસજાત પર મશીન હાવી થઈ જાય જે યોગ્ય નથી. એ પછી એન્થ્રોપિકના વડા ડારિયો અમોદેઈએ પણ કહ્યું હતું કે, AI બેસ્ટ છે પણ તેનો ઉપયોગ સારો હોવો જોઈએ. AIને વધારે બેસ્ટ કરવા માટે રીકર્સિવ સેલ્ફ ઈમ્પ્રુવમેન્ટ કહી શકાયે એ જરૂરી છે. AIને જો કંટ્રોલ કરવામાં નહીં આવે તો તે માણસના કંટ્રોલની બાહર જઈ શકે છે. AIની જે સ્પીડ છે એના પર હાલમાં કાબુ મેળવવાની તાતી જરૂરિયાત છે. બીજી તરફ ચેટજીપીટી જેની પ્રોડક્ટ છે એ કંપની ઓપન એઆઈના વડાએ કહ્યું હતું કે, ટેક્નોલોજીએ ગતિ પકડી છે પણ થોડો અંકુશ અનિવાર્ય છે. આ સમગ્ર ચર્ચાનો વિષય ત્યાંથી શરૂ થયો જ્યાં એન્થ્રોપિક કંપનીના એક પૂર્વ રીસર્ચરે રાજીનામું આપવાની ચેતવણી આપી. આના પરથી ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરતા મોટા પ્રોગ્રામર અને ડીઝાઈનર્સ એવું માની રહ્યા છે કે, AI નોકરી ભરખી જશે અને લોકોને નવરા કરી દેશે. સૌથી મોટો વિરોધાભાસ ત્યારે જોવા મળ્યો જ્યારે દુનિયાના ટોચના ટેક્નોક્રેટ આના પર લગામ ખેંચવા માટે પ્રયાસ કરે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ AIની જે તે ટેક્નોલોજીના વેગને સમર્થન આપી રહ્યા છે.