સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં બેંકોના પ્રથમ ક્વાર્ટરના નબળા પરિણામો અને વૈશ્વિક માર્કેટમાંથી મળતા નેગેટિવ સંકેતોથી સેન્સેક્સ અને નિફ્ટી મોટા ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યા છે. નિફ્ટી 144.25 પોઇન્ટ ઘટી 24,190ની સપાટીએ ઓપન થયો છે. નિફ્ટી અગાઉના સેશનમાં 24,334.30ની સપાટીએ બંધ રહ્યો હતો. શેર બજારમાં આજે 1480 શેરમાં વધારો જોવા મળ્યો તો 1331 શેરમાં ઘટાડો જોવા મળ્યો. જ્યારે 185 શેર કોઇપણ જાતના વધારા-ઘટાડા વિના સ્થિર જોવા મળ્યા.
માર્કેટમાં આજે ટ્રેન્ટ, NTPC, પાવરગ્રિડ કોર્પેોરેશન ICICI બેંક, ટેક મહિન્દ્રા, ONGC, JSW સ્ટીલ, સિપ્લા વધનારા શેરોમા સામેલ હતા જ્યારે ઇન્ડિયા સિમેન્ટ, એચએફસીએલ, આઇટીસી હોટેલ્સ, યસ બેંક, એક્સિસ, એચડીએફસી, કોટક બેંક, ઇન્ટરગ્લોબ એવિએશન, બજાજ ફાઇનાન્સ ઘટાડા સાથે કારોબાર કરતા જોવા મળ્યા. નિફ્ટી મિડકેપ અને સ્મોલ કેપમાં સામાન્ય ઘટાડા સાથે વેચવાલી જોવા મળી. HDFC બેંક 4 ટકા જેટલો તૂટયો.
વૈશ્વિક બજારોની વાત કરીએ તો તાઇવાન, સ્ટ્રેટ ટાઇમ્સ, જકાર્તા, શાંઘાઇમાં તેજી તરફી મૂવમેન્ટ જોવા મળી. તો કોસ્પી, નિક્કેઇમાં રેડ ઝોનમાં ટ્રેડિંગ જોવા મળ્યું.