મુંબઈ: નેપાળ-તિબેટ સરહદ વિસ્તારમાં આવેલા અચાનક પૂરના કારણે મુંબઈના કૈલાશ માનસરોવર યાત્રાળુઓના બે જૂથોનો સંપર્ક તૂટી જતા પરિવારજનોની ચિંતા વધી છે. ડૉક્ટર-પર્વતારોહક મિલિંદ ચિતળે અને તેમની પત્ની જાન્હવીના નેતૃત્વમાં ૬૧ સભ્યોનું જૂથ ૨૩ ઓગસ્ટે મુંબઈથી કાઠમંડુ જવા રવાના થયું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ, ૨૫ ઓગસ્ટની સાંજ સુધી તેમની સાથે સંપર્કમાં હતા, પરંતુ ૨૬ ઓગસ્ટે મોકલવામાં આવેલા સંદેશા હજુ સુધી વાંચવામાં આવ્યા નથી.
આ જૂથે ૨૬ ઓગસ્ટની વહેલી સવારે તિમુરેથી ચીનની સરહદ તરફ જવાનું હતું અને શનિવારે માનસરોવર પહોંચવાનું આયોજન હતું. જોકે, પૂર પહેલાં તેઓ ચીનમાં પ્રવેશી ચૂક્યા હતા કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. ડૉ. ચિતળેએ સ્થાપેલી હિલ્સ એન્ડ ટ્રેઇલ્સ કંપનીના એક અધિકારી સ્થિતિની માહિતી મેળવવા નેપાળ પહોંચ્યા હોવાનું જણાવાયું છે.
Nepal Flood Viral Video : नेपाळ पुराचा थरारक व्हिडीओ; महापुराचं रौद्ररूप कॅमेऱ्यात कैद #NepalFlood #NepalFloods #Rasuwaflood #BhotekoshiRiver #TibetFlood #FloodVideo #NepalNews #FloodAlert #ViralVideo #BreakingNews pic.twitter.com/KxPMbAdQJX
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) August 27, 2026
આ જૂથમાં પી.ડી. હિન્દુજા હોસ્પિટલના ટ્રાન્સફ્યુઝન મેડિસિન વિભાગના કન્સલ્ટન્ટ ડૉ. આનંદ દેશપાંડે અને નાણાવટી મેક્સ હોસ્પિટલના પ્રસૂતિ તથા સ્ત્રીરોગ વિભાગના વડા ડૉ. ગાયત્રી દેશપાંડેનો પણ સમાવેશ થાય છે. મીડિયા અહેવાલો મુજબ, આ દંપતીનું છેલ્લું જાણી શકાયેલું ફોન લોકેશન ભારતીય સમય મુજબ સવારે ૮.૨૮ વાગ્યે સરહદ નજીકના ગ્યિરૉંગ પોર્ટ પાસે નોંધાયું હતું. જૂથે ૨ સપ્ટેમ્બરે કૈલાશ પરિક્રમા પૂર્ણ કરીને ૬ સપ્ટેમ્બરે મુંબઈ પરત ફરવાનું હતું. ડૉ. ચિતળેએ પોતાના ક્લિનિકની બહાર ૬ સપ્ટેમ્બર સુધી ક્લિનિક બંધ રહેવાની સૂચના પણ લગાવી હતી.
નેપાળ સરહદ નજીક આવેલા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકો માટે રેસ્ક્યુ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. પૂર પીડિતો સુધી રાહત સામગ્રી પહોંચાડવા માટે 18,000 (અઢાર હજાર) ડોલરની કિંમતના અમેરિકન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ આધુનિક ડ્રોનની મદદથી મુશ્કેલ વિસ્તારોમાં પણ ખોરાક અને… pic.twitter.com/L7SFhj817h
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) August 29, 2026
ગોરેગાંવના રહેવાસી રાહુલ દેસાઈના ૬૭ વર્ષીય સસરા અવિનાશ મર્ચન્ટ અને તેમના ચાર મિત્રો પણ આ યાત્રામાં ગુમ હોવાનું જણાવાયું છે. તેઓ ૨૩ ઓગસ્ટે રિચા ટૂર્સ મારફતે કૈલાશ પરિક્રમા માટે કાઠમંડુ ગયા હતા. ૨૬ ઓગસ્ટે સવારે ૭ વાગ્યે અવિનાશ મર્ચન્ટનો છેલ્લો સંદેશ આવ્યો હતો, જેમાં તેમણે સરહદ તરફ રવાના થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. દેસાઈના જણાવ્યા મુજબ, સવારે આશરે ૮.૩૦ વાગ્યે તેમના મિત્રની આઇવૉચ પરથી મળેલા છેલ્લાં લોકેશનમાં તેઓ ચેકપોસ્ટ બ્રિજ પાસે હોવાનું જાણવા મળ્યું હતું.
India Helps Nepal: નેપાળમાં જળપ્રલય વચ્ચે ભારતની મોટી મદદ | Nepal Flood
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) August 29, 2026
નેપાળમાં વિનાશક ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 587 લોકોનાં મોત અને 2500થી વધુ લોકો લાપતા છે. ત્રિશૂલી-3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાંથી નેપાળ આર્મીએ 350 લોકોને રેસ્ક્યુ કર્યા છે, જેમાં… pic.twitter.com/2R426BQYNP
રાહુલ દેસાઈએ જણાવ્યું કે પરિવાર હાલ તમામ સત્તાવાર માધ્યમો મારફતે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે આવી પરિસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારો માટે એક જ સ્થળેથી માહિતી મળી શકે તેવી સિંગલ-વિન્ડો વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમના મતે, માત્ર ગુમ થયેલા લોકોની યાદી પૂરતી નથી, પરંતુ બચાવ કામગીરી અને મૃત્યુ પામેલા લોકો અંગેની યાદી પણ ઉપલબ્ધ કરાવવી જોઈએ, જેથી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારજનોને માહિતી મેળવવા માટે અલગ-અલગ સ્થળે ભટકવું ન પડે.