Wed Jun 17 2026

Logo

વીજ કંપનીનો આસિસ્ટન્ટ એન્જિનિયર 1.5 લાખ રૂપિયાની લાંચ લેતાં પકડાયો...

2026-03-11 17:19:25
Author: Yogesh D. Patel
Article Image

થાણે: રાયગડમાં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. (એમએસઇડીસીએલ)ના આસિસ્ટન્ટ એન્જિનિયરને એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ 1.5 લાખ રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડ્યો હતો.

રાયગડ જિલ્લાના ખાલાપુરમાં પાલી ખાતે વ્યાવસાયિક હેતુ માટે 200 કેવી ટ્રાન્સફોર્મર બેસાડવા માટે એક વ્યક્તિએ ક્ધસેન્ટ લેટર મેળવ્યો હતો.આ પ્રોજેક્ટ માટે જરૂરી અંદાજ જારી કરવા માટે ખાલાપુરમાં કાર્યરત આરોપીએ 1.7 લાખ રૂપિયાની લાંચ માગી હતી અને તડજોડને અંતે 1.5 લાખ રૂપિયા લેવાની તૈયારી દર્શાવી હતી, એમ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસીબી) સરિતા ભોસલેએ જણાવ્યું હતું.

એ વ્યક્તિને લાંચ આપવી ન હોવાથી તેણે એસીબીના રાયગડ યુનિટનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાાવી હતી, જેને આધારે અધિકારીઓએ સોમવારે એમએસઇડીસીએલની ઓફિસમાં છટકું ગોઠવીને આરોપીને લાંચ સ્વીકારતાં પકડી પાડ્યો હતો.આરોપી વિરુદ્ધ ખાલાપુર પોલીસ સ્ટેશનમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)